ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 3 ખાતે આવેલા નવયુગ ટાઈલ્સ નામના ધડિયાળના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમે એક મોટું અને એક મીની એમ કુલ બે ફાયર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.
- Advertisement -
ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.



