ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના પરિણામોમાં મોરબી શહેરનું પ્રદર્શન કથળ્યું છે. ગત વર્ષની સરખામણીએ મોરબી મનપા 41 રેન્કની પછડાટ સાથે દેશભરમાં 321માં ક્રમે અને રાજ્ય કક્ષાએ 129માં ક્રમે ધકેલાઈ ગયું છે. 2023માં મોરબી પાલિકાનો નેશનલ લેવલે 275મો રેન્ક હતો. સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબીને 15000 માર્કમાંથી માત્ર 7383 માર્ક જ મળ્યા છે. મોરબી શહેર 50 હજારથી 3 લાખની વસ્તીની કેટેગરીમાં સામેલ હતું. આ સર્વેક્ષણમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન, જાહેર સ્થળ ઓપન ગાર્બેજ મુક્ત, વૈજ્ઞાનિક ઢબે નિકાલ, જાહેર શૌચ મુક્ત, જાહેર શૌચાલયની સ્વચ્છતા અને શહેરીજનોના ઓનલાઈન ફીડબેક સહિતની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મોરબીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર સોનીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સર્વે માટે આવી હતી, તે સમયે મોરબી મનપા બન્યાને માત્ર 15 દિવસ જેટલો સમય થયો હતો.
આ કારણે સુધારો કરી શકાયો ન હતો. જોકે, છેલ્લા 6 મહિના દરમિયાન સફાઈ માટે ધરમૂળથી ફેરફાર કરાયા છે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સુદ્રઢ બનાવ્યું છે, મોટાભાગના વિસ્તારોને ઓપન ગાર્બેજ ફ્રી કર્યા છે, અને સફાઈ કર્મીઓ તેમજ મોનીટરીંગ સ્ટાફની ઘટ પૂર્ણ કરાઈ છે. જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો પણ વસાવાયા છે. ડમ્પિંગ સાઈટમાં કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે પ્રોસેસિંગ યુનિટ શરુ કરવાનું આયોજન પણ છે.
- Advertisement -
પરિણામો મુજબ મોરબીનું પ્રદર્શન
ડોર-ટુ-ડોર કચરા કલેક્શન: 56%
સોર્સ ઓફ સેગ્રીગેશન (કચરાનું અલગિકરણ): 23%
પ્રોસેસિંગ (કચરાનો નિકાલ): 94%
ગાર્બેજ ફ્રી સિટી (GFS) સ્ટાર રેટિંગ: એક પણ સ્ટાર મળ્યો નથી.
શહેરની સુંદરતા બગડતા આકારણો (સંભવિત)
- Advertisement -
ડોર ટુ ડોર કચરા કલેક્શનની અપૂરતી કામગીરી.
ભીનો-સૂકો કચરો અલગ એકત્રિત થતો ન હતો.
ઓપન થયેલા કચરાનું પ્રોસેસિંગ થતું નથી.
અપૂરતા સફાઈ કર્મીઓ અને સાધનોનો અભાવ.
બંધા વ્યવસ્થાપના, સ્ટાફ, સ્લોટિંગમાં ન રાખવાથી દેખરેખનો અભાવ.
જાહેર શૌચાલય અને યુરીનાલ્સમાં સફાઈનો અભાવ.



