સૌરાષ્ટ્ર ઝોનના 12 જિલ્લાની 99 આઈ.ટી.આઈ.ના 85 પ્રોજેક્ટ્સનું પ્રદર્શન; મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
કૌશલ્ય પ્રદર્શન અને વાઇબ્રન્ટ સમિટ રાજકોટ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીએ યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના ભાગરૂપે મોરબી આઈ.ટી.આઈ. ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની પ્રોજેક્ટ મોડેલ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 85 જેટલા આધુનિક પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આઈ.ટી.આઈ. માત્ર પાઠશાળા નથી પણ યુવાનોને આત્મનિર્ભર બનાવવાની કાર્યશાળા છે. વિકસિત ભારત 2047 નો સંકલ્પ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર આઈ.ટી.આઈ.ને આધુનિક બનાવી રહી છે અને 1200 જેટલી વોકેશનલ સ્કિલ લેબ સ્થાપવામાં આવશે. મોરબીના સિરામિક ઉદ્યોગની વૈશ્વિક ખ્યાતિને બિરદાવતા તેમણે યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર થવા હાકલ કરી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ પણ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉપસ્થિતિ અને આયોજન આ સ્પર્ધામાં આધુનિક ટેકનોલોજી આધારિત વિવિધ મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, વિવિધ વિભાગના આર.ડી.ડી. અને આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજનનો હેતુ યુવાનોની સ્કીલને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો રહ્યો હતો.



