ખેતીવાડી કનેક્શન એક અઠવાડિયામાં મળે તેવું વિઝન બનાવવા સૂચના: PGVCL અને GETCO વચ્ચે યોગ્ય સંકલન પર ભાર મૂક્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર તેમજ ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન ઙૠટઈક વર્તુળ કચેરી ખાતે અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીએ મોરબી જિલ્લામાં ચાલી રહેલી વિવિધ યોજનાઓની પ્રગતિની વિગતો મેળવીને અત્યાર સુધીની કામગીરીને બિરદાવી હતી.
બેઠક દરમિયાન મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ સરકારી પોલિસી બન્યા બાદ તેની અમલવારીમાં ઝડપ લાવવી અત્યંત જરૂરી છે. તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું કે ખેતીવાડી કનેક્શન માત્ર એક અઠવાડિયામાં જ મળી જાય તે પ્રકારનું વિઝન રાખીને કામગીરી કરવામાં આવે. આ ઉપરાંત, પીજીવીસીએલ અને જેટકો વચ્ચે બહેતર સંકલન સાધવા અને કોન્ટ્રાક્ટરોની ભૂલને કારણે સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તેવું કાર્યક્ષમ માળખું ગોઠવવા તાકીદ કરી હતી.



