4 ડિસેમ્બરની સમયમર્યાદા વચ્ચે 2.22 લાખ મતદારોનું વેરિફિકેશન બાકી
મોરબીની 3 વિધાનસભા બેઠકો પર 8.50 લાખ મતદારોની કામગીરી: ઇકઘ પરના દબાણ વચ્ચે સમયસર કામગીરી પૂર્ણ થવા અંગે આશંકા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી રાજ્યભરમાં ગત 4 નવેમ્બરથી શરૂ કરાયેલી સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR) હેઠળ મતદારોના વેરિફિકેશન કામગીરીની સમયમર્યાદા 4 ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની છે. મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર આ કામગીરી 73.44 ટકા જેટલી પૂર્ણ થઈ છે, પરંતુ હજુ પણ 2,22,628 મતદારોનું વેરિફિકેશન બાકી છે. મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભામાં કુલ 8,50,142 મતદારો નોંધાયેલા છે, જે પૈકી અત્યાર સુધીમાં 6,24,320 ફોર્મનું વેરિફિકેશન પૂર્ણ થયું છે. એટલે કે, એક સપ્તાહમાં હજુ 26.56 ટકા કામગીરી બાકી છે. આટલી ઓછી મુદ્દતમાં કામગીરી પૂર્ણ થશે કે કેમ, તે અંગે આશંકા સેવાઈ રહી છે, કારણ કે ઇકઘત પર કામના દબાણને કારણે કામગીરી પર અસર પડી રહી છે.
- Advertisement -
જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલી કામગીરીમાં 13,829 મતદારોના મોત ક્ધફર્મ થયા છે, જ્યારે 11,712 મતદારો કાયમી શિફ્ટ થયા છે. ત્રણેય બેઠકમાં 2002ની યાદી મુજબ કુલ 13,829 મતદારોના મોત જાહેર થયા છે.
ત્રણેય બેઠક પરની સ્થિતિ
મોરબી-માળિયા બેઠક: અહીં 2,96,520 મતદારોમાંથી સૌથી વધુ 2,22,936 મતદારોનું વેરિફિકેશન પૂર્ણ થયું છે.
ટંકારા બેઠક: 2,56,476 મતદારોમાંથી 1,85,807નું વેરિફિકેશન થયું.
વાંકાનેર બેઠક: 2,93,952 મતદારોમાંથી 2,15,577નું વેરિફિકેશન પૂર્ણ થયું છે.



