રૂ. 39 લાખનો મુદ્દામાલ જપ્ત: બે આરોપી ઝડપાયા, એક ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં માળીયા જામનગર હાઈવે પર ડીઝલ ચોરી અને તેના બેરોકટોક વેચાણનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે મોરબી એલસીબી ટીમે ફરી એકવાર આવા કૌભાંડનો પર્દાફાસ કર્યો છે જેમાં માળીયા મિંયાણા જામનગર હાઈવે પર આવેલ કવન જીન સામેની રામદેવ હોટેલના પાછળના ભાગે વરંડામાં ટેન્કરમાંથી ગેરકાયદે ડિઝલ ચોરી થતી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી લીધું હતું. એલસીબી ટીમે રામદેવ હોટલની પાછળના વરંડામાં દરોડો પાડી ભારત બેન્ઝ કંપનીના ટેન્કરમાંથી સીલ તોડી ડીઝલ ચોરી કરનાર હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીચા (રહે. જશાપર) અને ઉત્તરપ્રદેશના ટેન્કર ચાલક વિનોદ મેવાલાલ પટેલ નામના બંને આરોપીઓને ભારત બેન્ઝ કંપનીનું 15 લાખની કિંમતનું ટેન્કર, 24 હજાર લીટર ડીઝલનો જથ્થો (કિં.રૂ. 23,79,936), ટેન્કરમાંથી ચોરીને 110 લીટર ડીઝલ ભરેલા ચાર કેરબા (કિં.રૂ. 10,120), રોકડા રૂપિયા બે હજાર અને 10 હજારની કિંમતના બે મોબાઈલ મળી કુલ રૂપિયા 39 લાખ 2 હજાર 56 નો મુદામાલ કબ્જે કર્યો હતો. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન હકાભાઈ બાબુભાઈ ચાવડા (રહે. હાલ મોરબી, મૂળ. કેરાળી, તા. માળીયા) નું નામ ખુલતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ માળીયા મિંયાણા પોલીસ મથકે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.