માળીયા ફાટક પાસે અર્ટિગા કારમાંથી 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: જામનગરના બે શખ્સોની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ (કઈઇ) અને પેરોલ ફર્લો સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના બે શખ્સો સફેદ કલરની અર્ટિગા કારમાં (GJ-03-NP-4792) નાર્કોટિક્સ પદાર્થનો જથ્થો લઈ હળવદ થઈ મોરબી તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે માળીયા ફાટક નજીક સમર્પણ હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી.
પોલીસે શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી 50 ગ્રામ 13 મિલીગ્રામ ‘મેફેડ્રોન’ (ખઉ) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત ₹1,50,390/- થાય છે. પોલીસે ડ્રગ્સ, અર્ટિગા કાર અને અન્ય સાધન સામગ્રી મળી કુલ ₹6,55,890/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં તૌસીફમીંયા બુખારી અને ઈકબાલભાઈ ચાવડા (બંને રહે. જામનગર) નો સમાવેશ થાય છે.
કાયદેસરની કાર્યવાહી મોરબી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગઉઙજ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



