જૂના યુનિટોમાં જંત્રીના ઊંચા દર, ૠઙઈઇ અને પાવર સબસ્ટેશનના પ્રશ્ર્નો અંગે મંત્રીઓ સાથે બેઠક: પ્રશ્ર્નોના ઉકેલ માટે સરકારની હકારાત્મક ખાતરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાની આગેવાનીમાં ઉદ્યોગના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે મુલાકાત કરી ઉદ્યોગને નડતરરૂપ વિવિધ પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી હતી. આ મુલાકાતમાં સુખદેવભાઈ, શામજીભાઈ અને રમેશભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.
જંત્રી અને ગેસના ભાવ મુદ્દે ચર્ચા મુખ્યમંત્રી અને તેમના અંગત સચિવ સાથેની બેઠકમાં ખાસ કરીને બાંધકામ જંત્રીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જૂના યુનિટોમાં જંત્રીનું મૂલ્ય વધુ આવવાને કારણે મિલકતોના ખરીદ-વેચાણમાં પડતી મુશ્કેલીઓ બાબતે મુખ્યમંત્રીને વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઉદ્યોગના અસ્તિત્વ માટે અત્યંત મહત્વના એવા ગુજરાત ગેસના ભાવમાં ઘટાડો કરવા માટે પણ ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી, જે બાબતે સરકારે સકારાત્મક નિરાકરણની હૈયાધારણા આપી છે.
ૠઙઈઇ અને વીજળીના પ્રશ્નોનો ઉકેલ પ્રતિનિધિ મંડળે રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળી સાથે મુલાકાત કરી ૠઙઈઇ અને ગ્રાઉન્ડ વોટર સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. મંત્રીએ ટૂંક સમયમાં મોરબીની મુલાકાત લઈ આ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. બીજી તરફ, મંત્રી કૌશિકભાઈ વેકરિયા સમક્ષ 66 કે.વી. સાપર અને 220 કે.વી. રંગપર સબસ્ટેશનની કામગીરી બાબતે રજૂઆત કરાતા, તેમણે તાત્કાલિક સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉદ્યોગ જગતના આ મહત્વના પ્રશ્નો પર સરકારના હકારાત્મક વલણથી સિરામિક ઉદ્યોગકારોમાં આશાનું કિરણ જાગ્યું છે.



