મોરબી પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું મીડિયા અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે. સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે.
મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની હતી. જેમાં પુલ પરના આશરે 400થી 500 જણા પાણીમાં ખાબક્યા હતા. આ હોનારતમાં અત્યાર સુધી તંત્ર દ્વારા 60 લોકોના મોતની પૃષ્ટી કરવામાં આવી છે જ્યારે મીડિયા અહેવાલો પ્રમાણે આ મોતનો આંકડો 140થી વધુ છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. જોકે, હવે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા જણાવવાને લઇ અલગ-અલગ મત સામે આવી રહ્યા છે. સરકાર, ડોક્ટર અને સ્થાનિક ડોક્ટરોથી લઇ લોકોને બચાવનારા સ્થાનિક તરવૈયાઓ પણ અલગ-અલગ આંકડા જણાવી રહ્યા છે.
- Advertisement -
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈને તેમની સ્થિતિ તેમજ તેમને મળી રહેલ સારવારની વિગતો જાણી હતી. pic.twitter.com/vnhupeMvq0
— CMO Gujarat (@CMOGuj) October 30, 2022
- Advertisement -
તુરંત હાથ ધરાઈ હતી રેસ્ક્યૂની કામગીરી
દુર્ઘટનાને પગલે તુરંત રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. મંત્રીઓ પણ આ હોનારતને પગલે મોરબી દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ઘટનાસ્થળે બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી. તેમજ અધિકારીઓને જરુરી સૂચનો કરી શક્ય તેટલી ઝડપથી તમામનું રેસ્ક્યૂ કરવા નિર્દેશ કર્યો હતો. આખી રાત રેસ્ક્યૂ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા લોકોની શોધખોળ ચાલું છે.
સેનાના જવાનો પણ મોરબી ખાતે દોડી આવ્યા
NDRF અને અલગ-અલગ ટીમો દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે સેનાના જવાનો પણ મોરબી ખાતે દોડી આવ્યા છે. એરફોર્સ અને નેવીની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીમાં કાદવ હોવાથી બોડી શોધવી મુશ્કેલ બની રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી પુલ દુર્ઘટના સંદર્ભે મોરબી કલેક્ટર કચેરી તથા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ પહોંચી ઉચ્ચ અધિકારીઓ સાથે રાહત-બચાવ કામગીરી બાબતે સમીક્ષા બેઠક યોજી હતી. pic.twitter.com/LJdSb44DFg
— CMO Gujarat (@CMOGuj) October 30, 2022
મોરબી દુર્ઘટનાની તપાસ માટે 5 સભ્યોની કમિટીની રચના
-રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
-કે.એમ.પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
-ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
-સંદીપ વસાવા,સચિવ માર્ગ અને મકાન
-સુભાષ ત્રિવેદી, આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ
દુર્ઘટના બાદ તમામ કાર્યક્રમ રદ કરી મોરબી પહોંચ્યા હતા મુખ્યમંત્રી
મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તત્કાલ મોરબી પહોંચ્યા હતા. મોરબી પહોંચીને સૌ પ્રથમ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થા અંગે તબીબો સાથે વાતચીત કરીને સમીક્ષા પણ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી બ્રિજેશ મેરજા, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે મોરબી કલેક્ટર કચેરી તથા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ પહોંચી ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.