ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઇપીએસથી લઈને પીએસઆઇ સુધીના અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા પણ ત્રણ પીઆઇ અને ત્રણ પીએસઆઇની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. મોરબી જીલ્લાના ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં લીવ રીઝર્વ પર રહેલા પીએસઆઇ એચ. આર. હેરભાની ટંકારા પોલીસ મથક ખાતે, પીએસઆઈ સી. એમ. કરકરની રીડર ટુ વિભાગીય પોલીસ અધિક્ષક કચેરી મોરબી ખાતે, પીએસઆઇ એમ. જે. ધાંધલની હળવદ પોલીસ મથક ખાતે તેમજ લીવ રીઝર્વ પર રહેલા પીઆઇ કે. એ. વાળાની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે, પીઆઇ એચ. એ. જાડેજાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જયારે પીઆઇ એમ. પી. પંડ્યાને મોરબી ખાતે લીવ રીઝર્વ પર મૂકીને એસઓજી મોરબીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.