મોરબીના નીચી માંડલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનનો પગ લપસી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબીના નીચી માંડલ ગામે નોકેલ વીટ્રીફાઈડ કારખાનામાં રહેતો વિનોદભાઈ પ્રહલાદસિંહ વામનીયા (ઉ.૧૯) ગત તારીખ ૧૪ ના રોજ બપોરના સુમારે નર્મદા કેનાલમાં નાહવા જતા પગ લપસી જતા ડૂબી જતા મોરબી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધારવામાં આવી હતી. અંતે તેનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. બાદમાં મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પી. એમ. માટે ખસેડી નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.(અહેવાલ:- શ્રીકાંત પટેલ મોરબી)


