માળિયા તાલુકાની નવી બનેલ સાઈડીંગ, આર્યા ઓસિયન લોજીસ્ટીક પાર્ક પ્રા. લી. દ્વારા તાજેતરમાં સૌ પ્રથમ રેક લોડીંગનું શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લાનું બેસ્ટ ક્વોલીટીનું ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ અને લીક્વીડ બ્રોમીનનું ઉત્પાદન કરતી દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા મીઠું સપ્લાય કરવામાં આવેલ છે. સૌથી પહેલી રેક પંજાબ આલકલીસ કેમિકલ લી. માટે ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટનું લોડીંગ કરાયું હતું. દેવ સોલ્ટ પ્રા. લી. માળિયા તાલુકામાં નિયમિત રૂપે સામાજિક પ્રવૃતિઓ કરે છે. જેમાં શિક્ષણ ગામનો વિકાસ અને મેડીકલ જેવા જરૂરી અને અગત્યના મુદાઓને સમર્થન આપે છે. દેવ સોલ્ટ નવા આધારરૂપ વ્યવસ્થાના વિકાસ જેનાથી સ્થાનિક રોજગાર વધે તેનાં ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોત્સાહન આપે છે.(અહેવાલ: – શ્રીકાંત પટેલ મોરબી)


