– મધ્યમ સમયમાં ચીનનો વિકાસ દર 2030 સુધીમાં ઘટી 3.8% થશે: જીનપીંગ માટે નવો પડકાર
એક તરફ ભારતના ક્રેડીટ રેટીંગ તથા જીડીપીના આંકડામાં વિદેશી એજન્સીઓ સતત સુધારા કરીને તેને અપગ્રેડ કરી રહી છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એજન્સી મુડીસે ચીનનું આઉટલુક ‘ડાઉનગ્રેડ’ કરતા હવે ડ્રેગનના દિવસો પુરા થઈ રહ્યા હોવાના સંકેતો મળે છે અને એકચક્રી શાસન ચલાવી રહેલાચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ સામે આર્થિક પડકાર વધ્યો છે.
- Advertisement -
ચીનના અર્થતંત્રને ‘સ્ટેબલ’ આપી ડાઉનગ્રેડ કરીને ‘નેગેટીવ’ કર્યુ છે. ચીનમાં જે રીતે પ્રોપર્ટી માર્કેટ ડાઉન છે અને વચગાળાનો આર્થિક વિકાસ પણ ધીમો પડયો છે. તેના કારણે આ રીતે રેટીંગ ડાઉન ગ્રેડ થયુ છે. મુડીના જણાવ્યા મુજબ આ નેગેટીવ આઉટલુક ચીનના માળખાકીય ક્ષેત્રમાં મધ્યમ સમયમાં આર્થિક વિકાસ ધીમો પડયો છે.
2021માં ચીનમાં પ્રોપટી માર્કેટમાં કરેકશન શરૂ થયુ હતું અને હવે સમગ્ર ચીની અર્થતંત્રની તુલનામાં આ પ્રોપર્ટી ક્ષેત્ર ખૂબ જ નાનુ રહેશે. મુડીસના અંદાજ મુજબ ચીનનું અર્થતંત્ર 2024-25માં 4% અને 2025-26થી 2030 સુધીમાં 3.8% જેટલું નીચું રહેશે. ચીનનો વિકાસ તેના નબળી માંગ- ઘટતી જતી નિકાસ તથા ગ્રાહકની ઘટતી ખરીદીના કારણે નબળો જ રહેશે. આ રીપોર્ટ માટે ચીનના શેરબજારમાં મોટા કડાકા થયા હતા. નવેમ્બરમાં ચીનનું શેરબજારમાં ફંડમેનેજર્સએ મોટા વેચાણ કર્યા હતા.



