સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. વિપક્ષે મોંઘવારી-ફાયરપથ-તપાસ એજન્સીઓના દુરુપયોગ સહિત અનેક મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે.
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ ચોમાસુ સત્રમાં કુલ 18 બેઠકો યોજાશે અને 24 બિલ રજૂ કરવામાં આવશે. ચોમાસુ સત્ર પહેલા 17 જુલાઈ, રવિવારના રોજ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ લગભગ 25 મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીની ગેરહાજરી પર કટાક્ષ કર્યો હતો અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેની મજાક ઉડાવી હતી. 12 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંને મહત્વપૂર્ણ બંધારણીય હોદ્દાઓ માટે પણ ચૂંટણી યોજાવાની છે.
- Advertisement -
આ મુદ્દાઓ પર સંસદ સત્રમાં થશે ચર્ચાઓ
રવિવારે સર્વપક્ષીય બેઠકમાં 36 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, TMC, NCP, DMK, SP, BSP, RJD અને અન્ય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષ તરફથી 25 મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી, જેમાંથી તેમની પાર્ટી દ્વારા 13 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.વિપક્ષે જે મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે તેમાં મોંઘવારી, અગ્નિપથ યોજના, બેરોજગારી, કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ અને રૂપિયાના અવમૂલ્યનને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થાની સ્થિતિ જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
All Party Meeting to discuss forthcoming session of Parliament has just begun and the Prime Minister as usual is absent. Isn’t this ‘unparliamentary’?
- Advertisement -
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 17, 2022
આ બિલો પર થશે ચર્ચા, વિપક્ષને લગાવ્યો આરોપ
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગે જણાવ્યું કે, સરકારને કહ્યું કે, તેઓ અગ્નિપથ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા તૈયાર છે. બીજી બાજુ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, સર્વદળીય બેઠકમાં સરકાર પોતાની તરફથી જણાવ્યું હતું કે, સંસદમાં ચર્ચા માટે 32 બિલોની સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં 14 તૈયાર છે. જેમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ બિલ 2022, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો બિલ, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ બિલ અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ 2022 જેવા મહત્ત્વના બિલોનો સમાવેશ થાય છે. વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર ઉતાવળમાં બિલ પાસ કરાવવાનો આરોપ લગાવ્યો છે.
The opposition doesn’t have any issue, which is why they are trying to make an issue of PM not attending the all-party meeting. Congress should tell how many all-party meetings PM used to attend before 2014!
All house parties get the opportunity to speak according to rules. pic.twitter.com/ZWmqpQVsjH
— Pralhad Joshi (@JoshiPralhad) July 17, 2022
જયરામ રમેશના ટ્વિટનો જવાબ પ્રહલાદ જોશીએ આપ્યો
સર્વદળીય બેઠક ચાલી રહી હતી.ત્યાં કોંગ્રેસના નેતા અને પાર્ટીના મીડિયા પ્રભારી જયરામ રમેશે એક ટ્વિટ કરીને વિવાદ ઉભો કરી દીધો. જયરામ રમેશે બેઠકમાં પ્રધાનમંત્રીની ગેરહાજરીને લઈને સરકાર પર નિશાનો સાધતાં પુછ્યું કે,શું આ અસંસદીય નથી ? બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કોંગ્રેસ પર પલટવાર કરતાં પુછ્યું કે, જ્યારે મનમોહન સિંહ પીએમ હતાં તો તેઓ કેટલા સર્વદળીય બેઠકોમાં ભાગ લેતાં હતાં. જ્યારે PM મોદીએ અમુક પ્રસંગોને બાદ કરતાં મોટાભાગની બેઠકોમાં હાજરી આપી છે.સંસદ સત્ર શરૂ થતાં પહેલા રવિવારે સંસદીય શબ્દોને એક દિશા નિર્દેશ અને ધરણાં પ્રદર્શન જોડાયેલી એક નોટીસ પર વિવાદ થઈ ચુક્યો છે. મહત્વનું છે કે, સંસદનું આ વખતના મૌનસૂન સત્રમાં વિપક્ષ સરકાર પર શાબ્દીક હુમલો કરવાનો કોઈ પણ તક નહીં ચુકે