જલવાયું પરિવર્તનથી ભીષણ ગરમી, ભારે વરસાદ, વાવાઝોડું, પૂર-ભૂસ્ખલન જેવી ઘટના વધી
અનેક ઘાયલ થયા, બેઘર થયા, અબજો ડોલરનું નુકસાન: WMOના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સહિત એશીયાનાં દેશોમાં ચરમ (અતિ) મોસમ અને ગ્લોબલ વોર્મંગનો પ્રભાવ વધી રહ્યો છે. હાલમાં જ વિશ્ર્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબલ્યુ એમ ઓ)દ્વારા જાહેર સ્ટેટ ઓફ ધી કલાઈમેટ ઈન્ડ એશીયા 2022 ના રિપોર્ટ અનુસાર 1991-2022 માં એશીયા 1961-1900 ની તુલનામાં બે ગણુ વધુ ગરમ થયુ છે. 2022 માં ઋતુ, જલવાયુ, અને પુર સાથે સંબંધીત 81 ઘટનાઓ બની હતી. તેમાં એશીયાનાં દેશોમાં 5 કરોડથી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત થયા હતા અને 36 ડોલરનું નુકશાન થયુ છે.
આપતિઓથી એશીયામાં હાલત: ભારતમાં મેથી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદથી નદીમાં પુર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બહાર આવી. પૂરના કારણે 2 હજારથી વધુ લોકોના મોત થયા અને 13 લાખ લોકોને અસર થઈ. ભૂસ્ખલનથી 56 થી વધુ લોકોનાં જીવ ગયા હતા.
ચીન: ચીનની યાંગસે નદી બેઝિનિમાં છેલ્લા 6 દાયકામાં સૌથી ખરાબ દુકાળ પડયો હતો.આથી માત્ર ખેતી પાકને જ અસર ન થઈ બલકે પીવાના પાણીનાં પુરવઠાને પણ અસર થઈ. દુકાળનાં કારણે ચીનને લગભગ 7.6 કરોડ ડોલરનું આર્થિક નુકશાન વેઠવુ પડયું.
- Advertisement -
પાકિસ્તાન: પાકિસ્તાનમાં ભયાનક પૂરના કારણે જાન-માલને ઘણુ નુકશાન થયું. રાષ્ટ્રીય આપતિ મેનેજમેન્ટ ઓથોરીટીનાં અનુસાર 3.3 કરોડથી વધુ લોકોને અસર થઈ. આ પાકિસ્તાનની 2022 ની વસ્તીનાં લગભગ 14 ટકા છે.
બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં ગત વર્ષ ઓકટોબરમાં આવેલા ચક્રવાતી વાવાઝોડુ ‘સિતરંગ’ના કારણે 48 કલાકમાં 8 થી 16 ઈંચ વરસાદ થયો હતો જેમાં અનેક ભાગોમાં ભયંકર પુર આવ્યું હતું. શ્રીલંકા અને ઈરાનમાં પણ પૂરની ઘટના બહાર આવી હતી.
યુરોપ: યુરોપમાં આ વર્ષે ભીષણ ગરમી પડી છે.યુરોપીય સ્વાસ્થ્ય સંસ્થાનનો રિપોર્ટ જણાવે છે કે, ગત વર્ષે 61 હજારથી વધુ લોકોના મોત ગરમીના કારણે થયા હતા. ગ્રીસ, ઈટલી, પોર્ટુગલ, અને સ્પેનમાં સૌથી વધુ મોત થયા હતા.
અમેરિકા: આ મહિનામાં અમેરિકાની હડસન વેલીમાં ભયંકર પુર આવ્યું હતું. કેલિફોર્નીયામાં ભીષણ હીટવેવની ઝપટમાં રહ્યું હતું. અનેક વિસ્તારોમાં સતત તાપમાન 40 ડીગ્રીથી વધુ રહ્યું.
ચીન: ઉતરી ચીન વાવાઝોડુ ‘ડોકસુરી’ના કહેરનો સામનો કરી રહ્યુ છે. બીજીંગમાંથી હજારો લોકોને બહાર કાઢવા પડયા છે. ઓછામાં ઓછા 8 લાખ લોકોને અસર થઈ છે. અનુમાન છે કે વાવાઝોડાના કારણે ચીનને 5 કરોડ અમેરીકી ડોલરથી વધુ નુકશાન થયુ છે.
લા નીનાની ઘટનાઓ વધશે
ચીન, ઓસ્ટ્રેલીયા અને અમેરિકાનાં સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ દુનિયાભરમાં ગ્લોબલ વોર્મીંગનાં કારણે લા નીનાની ઘટનાઓ 19-33 ટકા વધશે અર્થાત પુર, વાવાઝોડુ અને બદલાતી મોન્સુન પેટર્ન જેવી ગંભીર અસર થઈ શકે છે.