ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં નિયત સમય કરતા એક દિવસ અગાઉ પરિક્રમાં શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં લાખો યાત્રીકો પરિક્રમા કરવા પધારી ચુકયા હતા. ત્યારે ગઇકાલ રાત્રીના દેવઉઠી અગિયારસના દિવસે ભવનાથ રૂપાયતન જવાના રસ્તે મેયર ગિતાબેન પરમાર, ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ, ઇન્દ્રભારતીબાપુ, મહેન્દ્રગીરીબાપુ તેમજ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા, કમિશ્નર રાજેશ તન્ના, એસપી હર્ષદ મહેતા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને વિધીવત રીતે પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રારંભ માત્ર એક પરંપરાને ઘ્યાને રાખી કરવામાં આવ્યો હતો.
પરંપરાને ધ્યાને રાખીને પરિક્રમાનો પ્રારંભ કરાવતા સાધુ-સંતો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/પરંપરાને-ધ્યાને-રાખીને-પરિક્રમાનો-પ્રારંભ-કરતા-સાધુ-સંતો-860x573.jpg)