વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા પોલીસની મુહીમ
લોકદરબારમાં કુલ 60 અરજી આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વ્યાજખોરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયાં છે. વ્યાજખોરોના લીધે આપઘાતના બનાવો પણ વધી રહ્યાં છે. તે ઉપરાંત નાંણા લેનાર લોકોને થતી હેરાનગતિઓ પણ ફરિયાદ સ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે. ત્યારે રાજકોટ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે હેમુ ગઢવી હોલમાં લોકદરબાર યોજ્યો હતો.
જેમાં 40થી વધુ અરજીઓ આવી હતી. અરજદારોએ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારી પાસે પોતાની આપવીતી વર્ણવી હતી. જેના પ્રત્યુતરમાં પોલીસ કમિશનરે બાહેંધરી આપી હતી કે, કોઈપણ સંજોગોમાં વ્યાજખોરોને છોડવામાં નહીં આવે.
- Advertisement -
લોકો વ્યાજખોરોથી ભય મુક્ત બને તે માટે હેમુ ગઢવી હોલમાં પોલીસે લોકદરબાર યોજયો. વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે હેલ્પડેસ્કની રચના કરાઈ.
લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ બેંકના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા. લોક દરબારમાં પોલીસ કમિશનર, ડીસીપી અને તમામ વિસ્તારના પીઆઇ ઉપસ્થિત રહ્યા હતા. જ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની સૂચના બાદ, વડોદરામાં લોકોને વ્યાજના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે.