-કેજરીવાલ સરકારના એડ. ખર્ચના રૂા.1000 કરોડનો આંકડો જોઈ સુપ્રીમ ચોંકી: RRTS માટે રૂા.415 કરોડ આપવા આદેશ
દિલ્હીમાં રાજય સરકારે રીજયોનલ રેપીડ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ માટે રૂા.415 કરોડના ભંડોળ આપવાની વ્યક્ત કરેલી અસમર્થતા મુદે આજે સર્વોચ્ચ અદાલતે કેજરીવાલ સરકારને આડે હાથે લેતા કહ્યું તમો જાહેરાત પાછળ ત્રણ વર્ષમાં રૂા.1000 કરોડનો ખર્ચ કરી શકો છો પણ લોકો માટેની સુવિધા માટે રૂા.415 કરોડનું ભંડોળ આપવા નાણા નથી તે ચાલી શકે નહી. સર્વોચ્ચ અદાલતે આ ભંડોળ તાકીદે મંજુર કરવા રાજય સરકારને આદેશ આપ્યો હતો.
- Advertisement -
દિલ્હી સરકારે રાજયમાં રેપીડ ટ્રાન્સપોર્ટ સીસ્ટમમાં આ પ્રકારે ભંડોળ આપવા રાજય સરકાર પાસે નાણા નથી તેવું સર્વોચ્ચ અદાલત સમક્ષ રજુઆત કરતા ન્યાયમૂર્તિ એસ.કે.કૌલ તથા ન્યાયમૂર્તિ સિધાંશુ ધુલીયાની ખંડપીઠે રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ સરકારી યોજનાઓ માટે જે ભંડોળ ખર્ચ કર્યુ તેનો હિસાબ રજુ કરવા જણાવ્યું હતું.
જેમાં આ જંગી રકમ ફકત જાહેરાત પાછળ ખર્ચાયા છે તે નિશ્ર્ચિત થતા સુપ્રીમએ આક્રોશ દર્શાવ્યો હતો. આ ટ્રાન્સપોર્ટ સીસ્ટમની દિલ્હી-રાજસ્થાન-હરિયાણાનો સડક માર્ગે વ્યવહાર ખૂબ જ સરળ બની શકે તેમ છે પણ કેજરીવાલ સરકારે નાણાકીય અસમર્થતા દર્શાવતા સુપ્રીમ કોર્ટે એક સપ્તાહમાં જ આ ભંડોળની પુરી ગણતરી સાથે સોગંદનામુ રજૂ કરવા આદેશ આપ્યો હતો. આ પ્રોજેકટ ત્રણ રાજય સરકાર વચ્ચેનો છે.