આગામી તા. 6ઠ્ઠીના સોમવારે સોમવતી અમાસ છે તથા ભગવાન શિવજીના પ્રિય માસ શ્રાવણનું પણ સમાપન થશે. સોમવતી અમાસ હોવાથી પિતૃ તર્પણ વિધિ પણ થશે. સોમવારે સવારે 7.39 સુધી શ્રાવણ વદ ચૌદશ છે. ત્યારબાદ આખો દિવસ અમાસ તિથિ રહેશે.શ્રાવણ મહિનાના અંતિમ ત્રણ દિવસ આરાવારાના કહેવાય છે. આજથી ત્રણ દિવસ આરાવારાના ગણાશે. આ ત્રણ દિવસ દરમ્યાન લોકો સવારે પિતૃને પીપળે દીવો કરી પાણી ચડાવે છે.
હિંદુ ધર્મમાં પૂર્ણિમા, અમાવસ્યા અને ગ્રહણનાં રહસ્યોને ઉજાગર કરવામાં આવ્યું છે. આ સિવાય વર્ષમાં એવા ઘણા મહત્ત્વપૂર્ણ દિવસ અને રાત છે જેમનો ધરતી અને માનવમન ઉપર ઊંડો પ્રભાવ પડે છે. તેમાંથી મહિનાનાં બે મહત્ત્વપૂર્ણ દિવસ છે પૂર્ણિમા અને અમાવસ્યા. ‘મહાનિર્વાણ તંત્ર શાસ્ત્ર’ અનુસાર અમાવસ્યાના દિવસે કરવામાં આવતાં ઉપાયો બહુ જ પ્રભાવશાળી હોય છે.
- Advertisement -
શ્રી કૃષ્ણ શરણં મમના જાપ કરે છે. સોમવતી અમાસના ઉપવાસ રહેવો ઉત્તમ છે. સોમવતી અમાસના મૃત્યુંજયના જાપ લાભદાયી છે.સોમવારે માનસિક શાંતિ મેળવવા મહાદેવજીને સાકરવાળા પાણીથી અભિષેક કરવો ધન પ્રાપ્તિ માટે બીલીપત્ર ચડાવવા, કાલસર્પયોગની શાંતિ રૂદ્રી અભિષેક, લઘુરૂદ્ર કરાવવો લાભદાયક છે. સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિને વિશાળ સંખ્યામાં ભકતો સૌરાષ્ટ્રના જાણીતા શિવ મંદિરોમાં સોમવારે ભકતોની ભારે ભીડ જોવા મળશે.



