ક્રિસ્ટિને ફિલાડેલ્ફિયા કૉલેજ ઑફ ઑસ્ટિયોપેથિક મેડિસિનમાંથી મનોવિજ્ઞાનમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી
પુત્રીએ ડૉક્ટરેટની પદવી મેળવતાં આનંદિત થયેલી મમ્મીએ તેને અભિનંદન આપવા માટે શહેરના વ્યસ્ત વિસ્તારમાં બિલબોર્ડ ભાડે રાખ્યું હતું. ન્યુ જર્સીના કૅમડેન શહેરમાં રહેતી બાવન વર્ષની કેન્દ્રા બસબીએ તેમની 30 વર્ષની પુત્રી ક્રિસ્ટિન સ્મૉલ્સનો ચહેરો કૅમડેનના રૂટ-નંબર 120 પરના બિલબોર્ડ પર પ્રિન્ટ કરાવવા માટે 1250 ડૉલર (લગભગ એક લાખ રૂપિયા) ચૂકવ્યા હતા. ક્રિસ્ટિને ફિલાડેલ્ફિયા કૉલેજ ઑફ ઑસ્ટિયોપેથિક મેડિસિનમાંથી મનોવિજ્ઞાનમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. કેન્દ્રા બસબીએ જણાવ્યું હતું કે ક્રિસ્ટિન પાંચ વર્ષની વયથી ડૉક્ટર બનવાની ઇચ્છા ધરાવતી હતી. મમ્મી તરફથી બિલબોર્ડ પર મળેલાં અભિનંદન તેને માટે સરપ્રાઇઝ હતાં.
- Advertisement -
ક્રિસ્ટિનનું કહેવું છે કે, વાત જ્યારે મારી કે મારા ભાઈની હોય ત્યારે તે હંમેશાં અમારી અપેક્ષા કરતાં વધારે આનંદ બતાવે છે. કેન્દ્રા બસબી જણાવે છે કે બિલબોર્ડ પર અભિનંદન તેની દીકરી માટે સરપ્રાઇઝ હોવાની સાથે અન્ય યુવાઓ માટે પ્રેરણારૂપ હતું.