મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણી વિધાનસભાની સીટથી સતત ત્રીજી વાર વિધાનસભાની ચુંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા છે. જો કે ગઇકાલે તેઓ ભારતીય કુશ્તી સંઘના ઉપાધ્યક્ષ બનવાનું સપનું અધુરૂ રહી ગયું. મોહન યાદવ આ પહેલા પહેલવાન રહી ચૂક્યા છે, અને તેઓ મધ્યપ્રદેશ કુશ્તી સંઘના અધ્યક્ષ પણ છે. સાથે જ મોહન યાદવે દિલ્હીમાં યોજાયેલા ભારતીય કુશ્તી સંઘની ચુંટણીમાં ભાગ લેનારા ઉમેદવારોમાં પણ સામેલ હતા.
જુલાઇમાં મોહન યાદવે નામાંકન ભર્યું હતું
એક મીડિયા રિપોર્ટસ અનુસાર, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ભારતીય કુશ્તી સંઘના ઉપાધ્યક્ષના ચુંટણી લડી રહ્યા હતા. જો કે, વોટિંગવાળા દિવસે તેઓ વોટ નાખવા પહોંચ્યા નહોતા અને તેમને ફક્ત 5 વોટ જ મળ્યા હતા. મોહન યાદવે જુલાઇ મહિનામાં એટલે કે મધ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણી પહેલા આ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે ચુંટણીઓ ચાલી રહી હતી.
- Advertisement -
કોણ બન્યા ભારતીય કુશ્તી સંઘના ઉપાધ્યક્ષ
ગઇકાલે યોજાયેલા ભારતીય કુશ્તી સંઘની ચુંટણીમાં ઉત્તર પ્રદેશના સંજય સિંહે અધ્યક્ષ પદ પર જીત મેળવી છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા અનીતાને 40-7થી હરાવ્યા હતા. સંજય સિંહે ભારતીય સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહને નજીકના માનવામાં આવે છે.