ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
નાફેડના ડિરેક્ટર પદની ચૂંટણી બિનહરીફ થઇ છે. મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે. અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા તેઓ બિનહરીફ બન્યા છે. સહકારી આગેવાનોની મધ્યસ્થી કરતા તેઓ બિનહરીફ ચુંટાયા છે.
- Advertisement -
ગઈકાલે ફોર્મ ચકાસણી કરવાનો દિવસ હતો અને આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે મોહન કુંડારિયાને બિનહરીફ જાહેર કરાવવા માટે સહકારી આગેવાનો દ્વારા બાકીના ચાર ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા સમજાવ્યા હતા અને તમામ માની જતા પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.