વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ફૂડ ટ્રકનો બિઝનેસ કરતા કલાકારોએ તરબૂચ પર નરેન્દ્ર મોદીની કૃતિ બનાવી છે. પ્રણાલી વોરા તથા તેના સાથી મિત્રએ ચાર કલાકની મહેનત બાદ તરબૂચ પર પીએમ મોદીની પ્રતિકૃતિ બનાવી છે.
અન્ય કલાકારે જણાવ્યું હતું કે, અમે ફ્રુટમાંથી કેક અથવા ડેઝર્ટ પણ બનાવીએ છીએ. ત્યારે આજે મોદીજીને આવકારવા માટે અમે તરબૂચ પર કારીગરી વાપરી છે અને આ તરબૂચ વડાપ્રધાન સુધી પહોંચે તેવી અમારી લાગણી છે.