2024ની લોકસભા ચૂંટણીની બ્લુપ્રિન્ટ અને 9 રાજયોની વિધાનસભા ચૂંટણીના વ્યુહ નિશ્ચિત થશે
રાજકીય-આર્થિક પ્રસ્તાવ ઉપરાંત જી-20 દેશોની અધ્યક્ષપદ યજમાની તથા ગુજરાત વિજય માટે મોદીને અભિનંદન અપાશે
- Advertisement -
કારોબારી પુર્વે વડાપ્રધાન પાટનગરમાં રોડ-શો કરશે: દેશને વિશ્વગુરૂ ઉપરાંત સનાતન ધર્મના સ્થાપક તરીકેનું પ્રદર્શની યોજાશે
2024ની લોકસભા ચૂંટણીનો રોડ-મેપ તૈયાર કરવા તથા ચાલુ વર્ષે યોજાનારી કર્ણાટક-મધ્યપ્રદેશ તથા રાજસ્થાન સહિતના 15 રાજયોની ધારાસભા ચૂંટણીનો વ્યુહ નિશ્વિત કરવા આજથી દિલ્હીમાં શરૂ થયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી પુર્વે પાટનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જબરો રોડ-શો પણ યોજાઈ રહ્યો છે.
શ્રી મોદી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓ બપોરે 3 વાગ્યે આ રોડ-શો યોજશે. ભાજપના અશ્વમેઘ પક્ષમાં જે રીતે દિલ્હી સહિતના અનેક રાજયો હજુ સ્પીડ-બ્રેકરનું કામ કરી રહ્યું છે તે ઉપરાંત હાલમાં જ દિલ્હીની મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સરસાઈ મેળવી છે તે જોતા ભાજપની રાષ્ટ્રીય કારોબારી પુર્વ ખુદ વડાપ્રધાન રોડ-શો કરે તે સૌથી મહત્વનું બની રહેશે.
- Advertisement -
ભાજપની આ બે દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં રાજકીય તથા આર્થિક બાબતોના પ્રસ્તાવ પસાર કરે છે તો જી-20 દેશોના અધ્યક્ષપદ તથા યજમાન તેમજ ગુજરાત ચૂંટણીમાં વિજય બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરાશે તથા આર્થિક મુદાઓ પર સરકારે જે રીતે વૈશ્વિક મંદી વચ્ચે પણ ભારતના અર્થતંત્રને મજબૂત રાખ્યું છે તે બદલ અભિનંદન પણ અપાશે.
કારોબારીનું પ્રારંભીક ઉદબોધન પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડા કરશે જયારે કારોબારી સ્થળ દિલ્હીની એનએમડીસી ક્ધવેશન સેન્ટર અને એક ખાસ પ્રદર્શની પણ તૈયારી કરવામાં આવી છે. જેમાં ભારતને વિશ્વગુરૂ તરીકે પ્રસ્થાપિત કરતા અને મજબૂત ભારતની તસ્વીર સાથે સનાતન ધર્મને ઉજાગર કરતા ચિત્રો અને સાહિત્ય રજૂ કરાશે.