આજ રોજ સંસદ ભવન પરિસરમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક યોજવામાં આવી છે. જેમાં ગુજરાતમાં બીજેપીને મળેલી પ્રચંડ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં પહોંચતા જ બધા સાંસદોએ ઉભા થઇને તેમનું નારા બોલીને સ્વાગત કર્યુ હતું. જેનો એક વીડિયો વાયરલ થયો છે. બધા સાંસદો તરફથી મળેલા આ ભવ્ય સ્વાગત અને શુભકામના માટે વડાપ્રધાનએ ગુજરાતમાં મળેલી જીતનો શ્રેય પોતે ના લેતા બીજા કોઇને આપ્યો છે. ભાજપ સાંસદીય દળની આ બેઠક સંસદના હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રની પહેલી બેઠક છે. બેઠકમાં સંસદના બંન્ને લોકસભા અને રાજ્યસભાના ભાજપના સાંસદ હાજર રહ્યા હતા.
જી-20ની અધ્યક્ષતા અને ગુજરાતમાં મળેલી જીત પર શુભકામના
ભાજપ સાંસદીય દળની બેઠકમાં પાર્ટીના બધા સાંસદોએ ગુજરાતની ઐતિહાસિક જીત અને જી-20ની અધ્યક્ષતા મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી. સંસદ ભવન પરિસરમાં યોજાયેલી બેઠકમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સહિત મોદી કેબિનેટના મંત્રીઓએ વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવી.
- Advertisement -
#WATCH | PM Narendra Modi receives a warm welcome at the BJP's Parliamentary meeting which is underway at Parliament. pic.twitter.com/BxJHQodMLP
— ANI (@ANI) December 14, 2022
- Advertisement -
ગુજરાતમાં બીજેપીને સૌથી મોટી સફળતા મળી઼
ગુજરાતમાં હાલમાં થયેલી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી જીત મળી છે, જેમાં 182 વિધાનસભાની સીટોમાંથઈ 156 સીટોમાં જીત હાંસલ કરી છે.
જી-20 વિશે વડાપ્રધાન મોદીએ આપ્યો આ સંદેશો
આ મીટિંગ વિશે જાણકારી આપતા સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ જાણકારી આપી કે, ગુજરાતમાં પાર્ટીને મળેલી જીતનો શ્રેય વડાપ્રધાન મોદીએ ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆરપાટિલ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના કાર્યકર્તાને આપી. તેમની સાથે-સાથે વડાપ્રધાન મોદીએ ભાજપના બધા સાંસદોને કહ્યું કે, જી-20ના તો બીજેપીનું છે, કે ના તો કેવળ સરકારનું છે, આ સમગ્ર ભારતનો પ્રોગ્રામ છે. આ કાર્યક્રમમાં બધા સાંસદોએ ભાગ લેવો જોઇએ.
વડાપ્રધાન મોદીએ ગુજરાતની ચુંટણીમાં મળેલી જીતનો શઅરેય સી.આર.પાટીલને આપ્યો જેના બદલામાં ધન્યવાદ આપતા તેમણે કહ્યું કે, વડાપ્રધાને બધા કાર્યકર્તાઓ અને મને આ મળેલી જીતનો શ્રેય આપ્યો છે, જેના માટે વડાપ્રધાનનો આભાર માનું છું.