વિદેશ મંત્રાલયે કહ્યું- નવી તારીખો નક્કી કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાનની બે દિવસીય મુલાકાત રદ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારે (20 માર્ચ) કહ્યું કે ખરાબ હવામાનને કારણે પીએમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હવે બંને દેશો આ મુલાકાત માટે નવી તારીખો નક્કી કરશે. પીએમ મોદી આજે 21 માર્ચે પાડોશી દેશ ભૂટાનની બે દિવસીય મુલાકાતે જવાના હતા.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, “ભુતાનના પારો એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે, 21-22 માર્ચ 2024ના રોજ વડાપ્રધાન મોદીની ભૂટાનની રાજકીય યાત્રાને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂટાનના પીએમ તોબગેએ તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીને કલ્કીની એક ખાસ પેઇન્ટિંગ ભેટ આપી હતી. ભૂટાનના વડાપ્રધાન તોબગે હાલમાં જ પાંચ દિવસની ભારતની મુલાકાતે હતા. જાન્યુઆરી 2024માં પીએમ બન્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હતી. પોતાની મુલાકાત દરમિયાન તોબગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદીને મળ્યા હતા. તેમણે અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. તોબગેએ ઉદ્યોગના અનેક અગ્રણીઓ સાથે બેઠકો પણ યોજી હતી. 14 માર્ચે પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન તોગબેએ તેમને ભૂટાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું, જેનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો હતો. 21 અને 22 માર્ચે પીએમ મોદી ભૂટાનના પ્રવાસે જવાના હતા.