સોરઠ પંથકમાં હોળી ધુળેટી પર્વ મનાવવા લોકોમાં અનેરો ઉત્સાહ
ધર્મસ્થાનોમાં પણ હોળી ધુળેટીની ભવ્ય ઉજવણી થશે
- Advertisement -
ધુળેટીમાં કુદરતી નેચરલ અવનવા કલરની માંગ વધી
અવનવી પિચકારી અને કલરમાં 20 ટકાનો વધારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ સાથે સોરઠ પંથકમાં હુતાસણી અને ધુળેટી પર્વની ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં અવનવા રંગો અને અવનવી પિચકારીઓ જોવા મળી રહી છે. અને ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.ધુળેટી પર્વને મનાવવા બાળકો પણ થનગની રહ્યા છે.તેની સાથે સોરઠના અનેક ધર્મસ્થાનોમાં હુતાસણી પર્વે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવશે જેમાં ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર પરિસરમાં શ્રીફળની હોળી પ્રગટશે તેમજ ઉપલા દાતાર પર્વત પ્રતિ વર્ષની જેમ છાણાની હોળી પ્રગટાવામાં આવશે અને ભાવિકો માટે ખજૂર, ધાણી દાળિયા સહીત મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આમ અનેક મંદિરોના પરિસરમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાશે.
ધુળેટી રમવા આતુર લોકો શહેરની બજારોમાં પિચકારી અને અવનવા કલર સાથે ખજૂર અને ધાણી દાળિયા સહીતની ચીજ વસ્તુની ખરીદી કરવા ભીડ જોવા મળી રહી છે.ત્યારે આ વર્ષે ધુળેટી પર્વ નિમિતે રંગ અને વિવિધ પ્રકારની પિચકારીનું ખૂબ મહત્વ જોવા મળે છે. પાછલા કેટલાક વર્ષોથી હોળી અને ધૂળેટીના આ દિવસો દરમિયાન અવનવી પિચકારી બજારમાં આવતી હોય છે. જેમાં કેટલીક પિચકારી મ્યુઝિક સાથે જોવા મળતી હોય છે. આ વર્ષે પ્રથમ વખત પિચકારીમાં પણ ભાજપ, નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને મહાકુંભનો મેળો પ્રતીક બની રહ્યા છે.આ વર્ષે પિચકારીમાં પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષ સાથે તેમનું ચૂંટણી ચિન્હ અને વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના ફોટો સાથેની પિચકારી બજારમાં આવી છે. જેને જોઈને ગ્રાહકો પણ એકદમ આકર્ષિત થઈ રહ્યા છે. આ પ્રકારે કોઈ રાજકીય પાર્ટી અને નેતાની સાથે વડાપ્રધાનનો ફોટો હોય તેવી પિચકારીએ હવે ધૂળેટીના દિવસોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે. આ સિવાય તાજેતરમાં જ પૂર્ણ થયેલા મહાકુંભને ધ્યાને રાખીને પણ ખાસ ત્રિશૂળ અને ડમરુવાળી પિચકારીનું પણ બજારમાં આગમન થયું છે. જે પણ લોકોની પસંદ બની રહ્યું છે. આ ઉપરાંત પુષ્પા 2 ફિલ્મ પરથી હથોડા અને કુહાડી આકારની પિચકારી પણ આ વર્ષે બજારમાં આવી છે. જે પાત્રો અને ચલચિત્રોની કહાની લોકોમાં ચર્ચાસ્પદ બની હોય તેવા પાત્રો તહેવારમાં ટ્રેન્ડમાં હોય છે.
- Advertisement -
હોળી – ધુળેટી તેહવાર નિમિતે હિટ ફિલ્મોની પણ પિચકારીની ધૂમ મચી છે. જેમાં પુષ્પા – 2, કેજીએફ હથોડા અને હથોડી સહીત ત્રિશુલ, ડમરુ સાથે અનેક અવનવી વેરાઈટીઓની પિચકારી જોવા મળી રહી છે. જેના બજાર ભાવ 50 થી લઈને 2000 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે આ વર્ષે ધુળેટી પર્વે 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અવનવા રંગોમાં કુદરતી અને નેચર કલરની માંગ વધુ છે.જેમાં રાજસ્થાન અને મથુરાના કલરની બજારોમાં અવાક જોવા મળી રહી છે.આ વર્ષે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન પિચકારી અને કલરના ભાવમાં 20 થી 40 ટકાનો વધારો થયો છે. આ વર્ષે 200 રૂપિયા કિલો ઓર્ગેનિક કલર, જે ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવે છે. આ કલરની બનાવટમાં તપકીરના લોટનો ઉપયોગ થાય છે. સાથે જ અલગ અલગ આકાર, ડિઝાઇન અને સાઈઝની પિચકારીના ભાવમાં આ વખતે 20 થી 40 ટકાનો વધારો થયો છે.