મોંઘવારી જેવાં મુદ્દાઓની અવગણના કરીને લોકો ચૂંટશે
નરેન્દ્ર મોદી સરકારને લોકનીતિ-CSDSનો સરવે, નરેન્દ્ર મોદી સિવાય કોઈ ભારતીયોને ખપતું નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે. આ પહેલા એક નવો સર્વે સામે આવ્યો છે. સર્વે અનુસાર, ભારતીય મતદારોની મુખ્ય ચિંતા વધી રહેલી બેરોજગારી અને મોંઘવારી છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક મજબૂત નેતા તરીકે અને વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે, ત્યારે સતત ત્રીજી વખત કેન્દ્રમાં ભાજપની સરકાર રચાય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બીજા કાર્યકાળમાં બેરોજગારીનો દર 0.5% વધ્યો (મોદી 2.0). સર્વેમાં સામેલ 62 ટકા લોકોએ કહ્યું કે છેલ્લા 5 વર્ષ નોકરીના મામલે મુશ્કેલ હતા.
સર્વે મુજબ દેશમાં મતદાતાઓ માટે બેરોજગારી અને મોંઘવારી મુખ્ય મુદ્દા છે, ભાજપનો હિંદુ રાષ્ટ્રવાદી એજન્ડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું વધતું કદ મોદીને ત્રીજી વખત સત્તામાં આવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. લગભગ 27% લોકોએ કહ્યું કે બેરોજગારી તેમની સૌથી મોટી ચિંતા છે.
લોકનીતિ-સીએસડીએસ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણના આધારે ધ હિન્દુ અખબારે જણાવ્યું હતું કે ભારતના 28માંથી 19 રાજ્યોમાં 10,000 મતદારોમાંથી 27%ની પ્રાથમિક ચિંતા બેરોજગારી હતી, જ્યારે ફૂગાવો 23% સાથે બીજા સ્થાને હતો. સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી લગભગ બે તૃતિયાંશ અથવા 62 લોકોએ કહ્યું કે પીએમ મોદીના વડાપ્રધાન તરીકેના બીજા કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં નોકરીઓ મેળવવી વધુ મુશ્કેલ બની ગઈ છે. 22% લોકોએ કહ્યું કે તેમને પીએમ મોદીના કાર્યકાળમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પસંદ આવ્યું. માત્ર 8% લોકોએ કહ્યું કે આ તેમની પ્રાથમિક ચિંતા છે.
- Advertisement -
સર્વેમાં સામે આવ્યું છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ બેરોજગારી અને મોંઘવારી તેના વિકાસમાં અવરોધરૂપ છે.