દાવોસ સમિટ 2022: ચીનના રાષ્ટ્રપતિ અને જાપાનના PM પણ ભાગ લેશે.
કોરોનાને કારણે સતત બીજી વખત સમિટનું વર્ચ્યુઅલ આયોજન કરાયુ છે.
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કોન્ફરન્સમાં સંબોધન કરશે. વડાપ્રધાનનું આ સંબોધન ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ સાડાઆઠ વાગ્યા થશે. આ કોન્ફરન્સનું આયોજન દર વર્ષે સ્વિટ્ઝર્લેન્ડના ખૂબ જ સુંદર શહેર દાવોસમાં કરવામાં આવે છે. જો કે કોરોનાની મહામારીને કારણે, તેનું સતત બીજી વખત વર્ચ્યુઅલ આયોજન કરાયુ છે.
- Advertisement -
આ વખતે દાવોસ કોન્ફરન્સ (દાવોસ એજન્ડા 2022)નો વિષય ’ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ છે. 17 થી 21 જાન્યુઆરી સુધી ચાલનારા આ સંમેલનમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જાપાનના વડાપ્રધાન કિશિદા ફૂમિયો, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સહિત ઘણા વૈશ્વિક નેતાઓ તેમના મંતવ્યો આપશે. વિશ્વના તમામ રાજ્યોના વડાઓને સામેલ કરતી કોન્ફરન્સ તરીકે, આ વર્ષનું પ્રથમ મોટું આયોજન પણ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2018માં પ્રથમ વખત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા દાવોસ ગયા હતા.
વીસ વર્ષ પછી, કોઈ ભારતીય વડાપ્રધાને આ મુલાકાત લીધી હતી. મોદી પહેલા તત્કાલિન વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાએ સંબોધન કર્યું હતું. ગયા વર્ષે જ્યારે કોરોના મહામારીને કારણે દાવોસ સમિટ પ્રથમ વખત વર્ચ્યુઅલ યોજાઈ હતી, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ તેને સંબોધન કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2018માં પ્રથમ વખત વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા દાવોસ ગયા હતા.