મોદીએ અડધી રાતે ફરીથી કાશીવાસીઓને ચોંકાવી દીધા
ગોદૌલિયા પર થોડીવાર ટહેલ્યા બાદ વિશ્ર્વનાથ મંદિર અને બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા : વિકાસકાર્યોની સમીક્ષા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અડધી રાતે ફરીથી એકવાર કાશીવાસીઓને ચોંકાવી દીધા.

પીએમ મોદીએ રાતે આઠ વાગ્યાથી રાત 12 વાગ્યા સુધી ક્રૂઝ પર ભાજપના નેતાઓ અને ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગોદૌલિયા માટે રવાના થયા. ગોદૌલિયા બનારસની એ જગ્યા છે જયાંની સૂરત સૌથી પહેલા બદલાઈ છે. ગોદૌલિયાથી દશાશ્વમેઘ સુધીના રસ્તાઓને ગુલાબી પથ્થરોથી ખુબ જ આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુની ઈમારતોને પણ ગુલાબી રંગથી રંગવામાં આવી છે.
- Advertisement -

આ ગુલાબી સ્ટ્રીટની ખુબસુરતી જોવા માટે પીએમ મોદી રાતે સાડા બાર વાગે ગોદૌલિયા ચાર રસ્તે પહોંચ્યા. ત્યાથી પગપાળા જ તેઓ દશાશ્વમેદ્ય દ્યાટ તરફ્ જવા નીકળ્યા. આ દરમિયાન તેમણે કેટલાક લોકો પાસે જઈને તેમની મુલાકાત કરી અને વાતચીત પણ કરી.
આ પણ વાંચો : કાશીમાં જે થાય છે તે બધુ મહાદેવની કૃપાથી થાય છે: મોદી https://khaskhabarrajkot.com/2021/12/13/everything-that-happens-in-kashi-happens-by-the-grace-of-mahadev-modi/

- Advertisement -
વિશ્વનાથની ગલી સુધી જઈને પાછા આવ્યા અને ગાડીમાં બેસીને વાંસફટકથી કાશી વિશ્વનાથ માટે રવાના થયા. રાતે 12.40 વાગે પીએમ મોદીનો કાફ્લો કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યો. 15થી 20 મિનિટ સુધી ત્યાંની લાઈટિંગ નીહાળ્યા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન તરફ્ રવાના થઈ ગયા.

પીએમ મોદીના કારણે જ બનારસ રેલવે સ્ટેશનોનો પણ લૂક સંપૂર્ણ બદલાઈ ગયો છે. રાતે 1.13 વાગે પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં નિરીક્ષણ કર્યું. સીએમ યોગીની સાથે સ્ટેશનના પ્લેટફોર્મ પર થોડીવાર ટહેલતા સાફ્ સફાઈ અને અન્ય ચીજો નીહાળી. અહીંના સ્ટોલ પણ જોયા. ત્યાં હાજર દુકાનદારોનું અભિવાદન કર્યું. 



