PM મોદીએ લક્ષદ્વિપની મુલાકાત દરમિયાન સ્નોર્કલિંગ કરી
વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે ઙખ મોદીએ કરી વાતચીત
- Advertisement -
અમારો ઉદ્દેશ્ય વિકાસ દ્વારા લોકોના જીવનને ઉન્નત કરવાનો: PM
ખાસ-ખબર સંવાદદાતા
ઙખ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન સ્નોર્કલિંગ કરીને જળચર સૃષ્ટિને નિહાળી હતી. તેવામાં ઙખ મોદીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જેમાં ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહાળતા જોવા મળી રહ્યા છે. આ સાથે ઙખ મોદીએ તેમની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. અહીંના લોકોનો આભાર માનતા તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય વિકાસ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લક્ષદ્વીપ ગયા હતા અને બુધવારે પરત ફર્યા હતા. લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન ઙખ મોદી ત્યાંના લોકોને મળ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લક્ષદ્વીપની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ સાથે જ ત્યાંના લોકોએ ખૂબ વખાણ કર્યા છે. આ ઉપરાંત ઙખ મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેનારા લોકોનો સમાવેશ
લક્ષદ્વીપની મુલાકાતનો ફોટો શેર કરતા ઙખ મોદીએ લખ્યું કે, તાજેતરમાં મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું ટાપુઓની અદભૂત સુંદરતા અને અહીંના લોકોની હૂંફથી દંગ રહી ગયો છું. મને અગત્તિ, બાંગારામ અને કાવારત્તીમાં લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી. હું ટાપુના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું.
ઙખ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મનોહર સુંદરતા ઉપરાંત, લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. તેણે મને 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ સખત મહેનત કેવી રીતે કરવી તે વિશે વિચારવાની તક આપી. જે લોકો તેમાં સાહસિકને અપનાવવા ઈચ્છે છે, તેમના માટે લક્ષદ્વીપ તમારી યાદીમાં હોવું જરૂરી છે. અમારી સરકારનો ઉદ્દેશ્ય વિકાસ દ્વારા લોકોના જીવનને ઉન્નત કરવાનો છે. તે વધુ સારી આરોગ્ય સંભાળ, ફાસ્ટ ઈન્ટરનેટ અને પીવાના પાણીની તકો ઉભી કરવા તેમજ ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરતી વખતે જીવંત સ્થાનિક સંસ્કૃતિની ઉજવણી કરવા વિશે પણ છે. તેઓ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.