- ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રાનો બીજો દિવસ : રાહુલ ગાંધીએ લીમડી નજીક કંબોઈધામ ખાતે દર્શન કર્યાં
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતા જ ચૂંટણીનું રાજકીય પક્ષો પ્રચાર પસાર જોડાઈ ગયા છે. ત્યારે ગતરોજ રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતના દાહોદ જિલ્લામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ પ્રવેશ કરી ઝાલોદમાં ઠુંઠી કંકાસીયા ચોક નજીક રાહુલ ગાંધીએ સભાનું સંબોધન કર્યું હતું.
ત્યાર બાદ લીમડી નજીક કંબોઈધામમાં રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરી આજે સવારે દાહોદ બસસ્ટેન્ડથી સરદાર પટેલ ચોક સુધી પદયાત્રા યોજાઈ હતી. આ દરમિયાન તળાવ ઉપરથી રાહુલ ગાંધીની યાત્રા પસાર થતાં મોદી મોદીના નારા લાગ્યા હતા.
- Advertisement -
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગતરોજ બપોરે દાહોદ જિલ્લાના ઝાલોદથી ગુજરાતમા પ્રવેશ કરી દાહોદના ઝાલોદમાં ઠુંઠી કંકાસીયા ચોક નજીક રાહુલ ગાંધી સભાનું સંબોધન કરી રોડ શો યોજશે હતો.
રાહુલ ગાંધીએ રાત્રી રોકાણ કરી આજે 8 માર્ચે સવારે 8 વાગે દાહોદ બસસ્ટેન્ડ થી સરદાર પટેલ ચોક સુધી પદયાત્રા કરી ભારત જોડો ન્યાય યાત્રા લીમખેડા જવા રવાના થઇ હતી. રાહુલ ગાંધીએ કંબોઈ ધામ મંદિરે લીમડી નજીક આવેલ આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ ખાતે પહોંચ્યા હતા અને કંબોધામ ખાતે દર્શન કર્યા હતા.
કોંગ્રસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીની બીજા દિવસે દાહોદથી નીકળેલી ભારત જોડો ન્યાય યાત્રામાં દાહોદ શહેરમાં આવેલ દેસાઈ વડના તળાવ ચોક ખાતેથી પસાર થતા યાત્રામાં મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા.
- Advertisement -
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે પંચમહાલ જિલ્લામાં પ્રવેશ કરશે. ત્યારે પચમહાલ જિલ્લા કોંગ્રેસ પણ રાહુલ ગાંધીની યાત્રાને આવકારવા તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે.
લોકસભા ઉમેદવાર માટે નામ યોગ્ય સમયે જાહેર કરીશું: શક્તિસિંહ ગોહીલે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, અમારો અંતિમ હેતુ શાસન નથી. ઈન્દિરા ગાંધી પોતે ચૂંટણી હાર્યા હતા છતાં ફરીથી ચૂંટાયા હતા. ગુજરાતમાં 2004, 2009માં અડધા એમ.પી. જીત્યા હતા. 2001-02માં અમદાવાદમાં અમારા મેયર બન્યા હતા. 2007માં બહુ ઓછી સીટથી સરકાર નહોતી બની શકી.
2017માં 17 ધારાસભ્ય ભાજપ છોડીને ગયા હતા. આપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થયું છે ત્યાં દળનું દિલનું મિલન છે. જ્યારે ભાજપ ગળા કાપે છે. ગુજરાતમાં લોકસભા ઉમેદવાર માટે નામ નક્કી કર્યા છે પણ યોગ્ય સમયે જાહેર કરીશું.