નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર મે 2023 સુધીમાં દેશમાં કુલ 7.06 કરોડ વાહનો હતા, 2019થી ફાસ્ટેગમાં તેજી જોવા મળી
દેશમાં ફાસ્ટેગના કારણે મોદી સરકારની કમાણી ડબલ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે એટલે કે 19 જૂન સુધીના પ્રથમ 6 મહિનામાં સરકારે FASTagથી 28,180 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2021 અને 2022ની વચ્ચે ફાસ્ટેગથી કમાણીમાં 46% નો વધારો થયો છે. તે રૂ. 34,778 કરોડથી વધીને રૂ. 50,855 કરોડ થયો છે. છેલ્લા 5 વર્ષોમાં એટલે કે 2017 અને 2022ની વચ્ચે FASTag કલેક્શન બમણાથી વધુ થઈ ગયું છે. તે રૂ. 22,820 કરોડથી વધીને રૂ. 50,855 કરોડ થયો છે. ફાસ્ટેગ 2021 માં ફરજિયાત બન્યું તેથી સંગ્રહમાં આ વૃદ્ધિ આવી છે.
- Advertisement -
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર મે 2023 સુધીમાં દેશમાં કુલ 7.06 કરોડ વાહનો હતા. 2019થી ફાસ્ટેગમાં તેજી જોવા મળી રહી છે. 2019માં દેશમાં માત્ર 1.70 કરોડ વાહનો પાસે FASTag હતું. એટલે કે આમાં 300% વધુ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં 964 થી વધુ ટોલ પ્લાઝા પર FASTag સિસ્ટમ છે. તેમાંથી સૌથી વધુ ટોલ પ્લાઝા મધ્યપ્રદેશમાં છે. કુલ 143 ટોલ પ્લાઝા પર FASTag દ્વારા ટોલ લેવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ આ મામલામાં બીજા નંબર પર છે જ્યાં 114 ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ લાગુ છે.
ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ
ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. FASTag રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજી પર કામ કરે છે. દરેક FASTag વાહનની નોંધણી વિગતો સાથે જોડાયેલ છે. FASTag પહેલા વ્યક્તિએ ટોલ પ્લાઝા પર રોકાવું પડતું હતું અને ટોલ ફી રોકડમાં ચૂકવવી પડતી હતી. FASTag આવ્યા પછી ટોલ પ્લાઝા પરની લાઈનોમાં મોટો ઘટાડો થયો છે.
કોઈપણ ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ ખરીદી શકો
તમે દેશના કોઈપણ ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ ખરીદી શકો છો. આ સિવાય તમે તેને એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, SBI, કોટક બેંકની શાખામાંથી પણ ખરીદી શકો છો. તમે તેને Paytm, Amazon, Google Pay જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકો છો. તમે તમારા ફાસ્ટેગ એકાઉન્ટને આ એપ સાથે લિંક કરીને પણ પેમેન્ટ કરી શકો છો.
- Advertisement -
ફાસ્ટેગ સ્ટીકર 5 વર્ષ માટે માન્ય
એકવાર ખરીદેલ ફાસ્ટેગ સ્ટીકર 5 વર્ષ માટે માન્ય છે. એટલે કે 5 વર્ષ પછી તમારે સ્ટીકર બદલવું પડશે અથવા તેની માન્યતા વધારવી પડશે. જો તમે ઈચ્છો તો આ એપ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક કરી શકો છો. આ સાથે જ્યારે પણ તમે ટોલ પ્લાઝા પરથી પસાર થશો ત્યારે તમારા ખાતામાંથી ટોલ ટેક્સ કાપી લેવામાં આવશે. FASTag ખરીદતી વખતે, તમારી પાસે ID પ્રૂફ અને વાહન નોંધણી દસ્તાવેજ હોવો આવશ્યક છે.