નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. ત્યાર મોંઘવારીના આ સમયગાળા દરમિયાન દેશભરના લોકો રાહતની મીટ માંડીને બેઠા છે.
આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કરશે. એ પહેલા મંગળવારે સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો.2023-24માં વિકાસદર 6ટકા થી 6.8% સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જો કે છેલ્લાં 3 વર્ષમાં આ સૌથી ધીમો ગ્રોથ હશે. જ્યારે નોમિનલ જીડીપીનો અંદાજ 11 ટકા લગાવવામાં આવ્યો છે. ફાઈનાન્સિયલ યર 2023માં રિયલ GDP 7 ટકા રહે તેવો અંદાજ છે. ત્યારે ગરીબ, ગૃહિણીઓ, મધ્યમ વર્ગ, ઉદ્યોગકારો, ખેડૂતો સૌ કોઈ રાહતની આશા રાખીને બેઠા છે આવી સ્થિતિ વચ્ચે ઇન્કમ ટેક્સ સ્લેબમાં બદલાવ થઇ શકે છે. જેમાં 5 લાખ સુધીની વાર્ષિક આવક પર રાહત મળી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સાથે સાથે ઇન્કમટેક્સમાં 5 લાખ સુધીની છૂટ મળી શકે છે. મહત્વનું છે કે હાલ 2,5 લાખ સુધી ઇન્કમટેક્સમાં છૂટ અપાઈ છે. હાલ 2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા ટેક્સ લાગે છે.
- Advertisement -
છેલ્લા 7 મહિનામાં હોમલોન પર 2 ટકા સુધી વ્યાજદર વધ્યા
જ્યારે હોમલોન વ્યાજ પર પણ છૂટ મળતાની શક્યતાઓ વર્તાઈ રહી છે. કેન્દ્રીય બજેટમાં હોમલોન વ્યાજ પર 3 લાખ સુધીની છૂટની જાહેરાત કરાઇ તો નવાઈ નહિ! નોંધનીય છે કે છેલ્લા 7 મહિનામમાં હોમલોન પર 2 ટકા સુધીનો વ્યાજદર વધ્યા છે. બીજી તરફ ખાસ યુવાઓની અને દેશની સળગતી સમસ્યા એવી રોજગારી માટે બજેટમાં મોટી જાહેરાત થઇ શકે છે. તો સરકાર નવા વ્યવસાય પર લોન સાથે કેટલીક છૂટછાટ આપવાની દિશામાં પણ કાર્યરત હોવાનું જણાય રહ્યું છે. SME સેક્ટરમાં રોકાણ વધારવા મોટા નિર્ણયની આશા સાથે ઓનલાઇન ગેમિંગ પર ટેસ્ક વધારાઇ શકે છે અને બજેટમાં ખેડૂતોને પણ સરકાર ભેટ આપે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ઇલેક્ટ્રોનિક વસ્તુ અને ઝ્વેલરી હજુ પણ મોંઘી થઇ શકે છે.
બજેટમાં ભાવનગર શીપ બ્રેકીંગ યાર્ડ, જામનગરનો બ્રાસ ઉદ્યોગ અને મોરબીનો સીરામીક ઉદ્યોગ ઉપરાંત સુરતનો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત તમામ લોકો રાહતની મીટ માંડીને બેઠા છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ હોય તથા લોકસભાની ચૂંટણી આવતી હોવાથી બજેટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.