સ્વદેશી નિર્માતાઓ સાથે કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ડીલ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંઘની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (ઉયરયક્ષભય અભિીશતશશિંજ્ઞક્ષ ઈજ્ઞીક્ષભશહ)એ 97 તેજસ ફાઈટર જેટ તેમજ 156 પ્રચંડ લડાયક હેલિકોપ્ટરની ખરીદીની મંજૂરી આપી દીધી છે. ભારત સરકારના આ નિર્ણય બાદ ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનશે. આ બંને એરક્રાફ્ટ સ્વદેશી છે જેને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ઇંઅક) દ્વારા ડેવલોપ કરવામાં આવ્યાં છે.
અહેવાલો અનુસાર, આ આખી ડીલ લગભગ 1.1 લાખ કરોડની છે. તેજસ માર્ક-1 અને ભારતીય વાયુસેના માટે તેમજ પ્રચંડ હેલિકોપ્ટરને વાયુસેના ઉપરાંત ભારતીય સેના માટે પણ ખરીદવામાં આવી રહ્યા છે. આ ખરીદારી દેશની સુરક્ષા કરી રહેલી બંને પાંખના હાથ મજબૂત કરશે. રક્ષા પરિષદે આ સિવાય પણ અન્ય કેટલીક ડીલ પણ ફાયનલ કરી છે. આ આખી ડીલ 2 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર 97 તેજસ અને 156 પ્રચંડ હેલિકોપ્ટરની આ ડીલ સિવાય પરિષદે જી-30 ફાઈટર પ્લેન્સને અપગ્રેડ કરવાની મંજૂરી પણ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્વદેશી નિર્માતાઓ સાથે કરવામાં આવેલી અત્યાર સુધીની આ સહુથી મોટી ડીલ છે. વર્તમાન સમયમાં ભારતીય વાયુ સેના પાસે 260થી વધુ જી-30 ફાઈટર પ્લેન્સ છે. વર્તમાન સમયમાં જે જેટ્સ છે તેને અપગ્રેડ કરીને તેમાં ભારતીય બનાવટની રડાર સિસ્ટમ, એવિયોનિક્સ તેમજ સબસિસ્ટમ્સથી લેસ કરવામાં આવશે.
- Advertisement -
તેજસ ફાઈટર જેટ
તેજસ તેજસ માર્ક-1 અ એક ફોર્થ જનરેશન ઓપરેશનલ કોમ્બેટ ફાઈટર જેટ છે. તેમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિક સ્કેન કરેલા રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સુટ જેવી અદ્યતન પ્રણાલીઓ છે. આ ઉપરાંત તેજસ હવાથી હવામાં ફયુલ રિફિલિંગ કરવા માટે પણ સક્ષમ છે. તેજસને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડેવલોપ કરવામાં આવ્યું છે. તે ભારતનું પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ છે અને તેને ફેબ્રુઆરી 2019માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.
પ્રચંડ હેલિકોપ્ટર
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રચંડ ગયા વર્ષે વાયુસેના અને સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ઇંઅકએ તૈયાર કરેલું આ હેલિકોપ્ટર 5.8 ટન વજનનું ટ્વીન એન્જીન ચોપર છે. તે 11000 ફૂટની ઊંચાઈ પર કાર્ય કરવા સક્ષમ છે. તેને મુખ્યત્વે સિયાચીન, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ જેવા ઊંચા વિસ્તારોમાં કાર્ય કરવા માટે બનાવવામાં આવ્યું છે. પ્રચંડ સામેલ થયા બાદ ભારતીય સેના તેમજ વાયુસેનાની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન સમયમાં પ્રચંડ ઉપરાંત સેના ઇંઅક રુદ્ર તેમજ અમેરિકન અપાચે અને રશિયન ખઈં-35 હેલિકોપ્ટર સેના અને વાયુસેના વાપરી રહી છે.



