– ઘઉં, મસૂર, જવ અને ચણા સહિતના ભાવોમાં થયો વધારો
સરકારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ઘઉં, મસૂર, જવ અને ચણા સહિત અન્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે.
- Advertisement -
રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો
ગઈકાલે, સોમવારે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નાણાં ટ્રાન્સફર કર્યા, સાથે જ આજે ખેડૂતોને દિવાળીની વધુ એક ભેટ આપવામાં આવી છે. સરકારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે.
આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેબિનેટે ઘઉં, મસૂર, જવ અને ચણા સહિત અન્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ઘઉંમાં 110 રૂપિયા, જવમાં 100 રૂપિયા, ચણામાં 105 રૂપિયા અને મસૂરમાં 500 રૂપિયાનો ક્વિન્ટલ દીઠ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
- Advertisement -
Union cabinet approves Minimum Support Prices (MSPs) for all Rabi Crops for marketing season 2023-24; absolute highest increase in MSP approved for lentil (Masur) at Rs 500 per quintal: Union Minister Anurag Thakur pic.twitter.com/U8ssXbDxFS
— ANI (@ANI) October 18, 2022
9 ટકાના વધારાની માંગ હતી
જણાવી દઈએ કે, MSP સમિતિએ 6 રવિ પાક માટે MSP 9 ટકા સુધી વધારવાની ભલામણ કરી હતી. આ પછી, કૃષિ મંત્રાલયે પણ આ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ વધારવાની ભલામણ કરી હતી અને કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી હતી.
ખેડૂતોની આવકમાં થશે વધારો
ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્યથી સરકારે આ મોટું પગલું ભર્યું છે. એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય 2018-19ના બજેટની જાહેરાતને પૂર્ણ કરવા માટે લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે MSP સમગ્ર ભારતમાં ઉત્પાદન ખર્ચ કરતાં 1.5 ગણો હશે. સરકારે કહ્યું કે તેનું રૂ. 11,040 કરોડનું નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ- પામ ઓઈલ (NMEO-OP) ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારવામાં અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે.