- આ પહેલા નવેમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં મોદી ટોચ પર હતા
મોદી મેજીક ભારત તો ઠીક વિશ્વમાં પણ હાલ બરકરાર છે! લોકપ્રિયતાના મામલે મોદી વિશ્વના નેતાઓમાં 75 ટકા રેટીંગ સાથે અવ્વલ છે. મોર્નીંગ ક્ધસલ્ટ પોલીટીકલ ઈન્ટેલિજન્સના સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દર્શાવાયા છે. મેકસીકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજ બીજા ક્રમે, ઈટલીના પીએમ મારિયો ડ્રેગિયો ત્રીજા ક્રમે, ચોથા સ્થાને સ્વિટઝલેન્ડના ઈગ્નાજિયો કેસીસ અને પાંચમા સ્થાને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન છે.
મોદી જાન્યુઆરીમાં પણ અવ્વલ હતા: આ પહેલા જાન્યુઆરી 2022માં અને નવેમ્બર 2021માં થયેલા સર્વેમાં પણ વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર હતા. ઉલ્લેખનીય છે કે આ મંચ રાજનીતિક ચૂંટણીઓ, ચૂંટાયેલા અધિકારીઓ અને મતદાનના મુદ્દા પર વાસ્તવિક સમયનો મતદાન ડેટા પ્રદાન કરે છે. તે દુનિયાભરમાં રોજ 20 હજાર લોકોના ઈન્ટરવ્યુ લે છે.
- Advertisement -

દરેક દેશમાં સર્વે: એજન્સી અનુસાર સર્વે માટે અમેરિકામાં સરેરાશ સેમ્પલ સાઈઝ લગભગ 45 હજાર છે. અન્ય દેશોમાં તે 500-5000ની વચ્ચે છે. સર્વેમાં વયસ્કો સાથે ઓનલાઈન વાત કરવામાં આવે છે. ભારતમાંથી લેવામાં આવેલ સેમ્પલમાં વસ્તીના સાક્ષર ભાગને સામેલ કરાયા છે. અલગ અલગ સેમ્પલ મોકલી સવાલો કરાય છે. વય, લિંગ અને ક્ષેત્રને આપવામાં આવે છે મહત્વ: સર્વેમાં દરેક દેશમાં વય, લિંગ, ક્ષેત્ર અને કેટલાક દેશોમાં અધિકૃત સરકારી સ્ત્રોતોને સામેલ કરવામાં આવે છે. અમેરિકામાં સર્વેક્ષણ કરતી વખતે વંશ અને જાતીયતાને ખૂબ જ મહત્વ અપાય છે.



