-વિમાની મથકે રાષ્ટ્રવડા મોદીને આવકારવા આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની ફ્રાંસ મુલાકાત બાદ આજે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા છે અને વિમાની મથકે યુએઈના રાષ્ટ્રપતિ તથા અબુધાબીના શાસક શેખ મહમદ બિન જાયદ અલ નાહયાનએ સ્વાગત કર્યું હતું.
- Advertisement -
PM Modi on his arrival at Abu Dhabi airport was received by UAE Crown Prince Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan pic.twitter.com/vlYPNpoj4A
— ANI (@ANI) July 15, 2023
- Advertisement -
બંને દેશોના રાષ્ટ્રવડાઓ વચ્ચે હવે ખાદ્ય સુરક્ષા, ઉર્જા અને રક્ષા સહિતના મામલે સંયુક્ત કરાર થશે. ભારત અને યુએઈ વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ સાધવામાં આવ્યો છે અને હવે બંને દેશો સંરક્ષણ કરારમાં પણ આગળ વધે તેવા સંકેત છે. શ્રી મોદી આજે રાત્રે ભારત પરત ફરશે.
ત્યારબાદ તેઓ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ ઝાયદ અલ-નાહયાનને મળશે. પીએમ મોદીના સ્વાગતમાં બુર્જ ખલીફા પર તિરંગા અને તેમની તસવીર સાથે વેલકમ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી લખવામાં આવ્યું છે.
UAE: Dubai's Burj Khalifa lit up in colours of Indian flag, welcomes PM Modi with dazzling light show
Read @ANI Story | https://t.co/WULcaQlDcD#BurjKhalifa #PMModi #AbuDhabi pic.twitter.com/XZ6n1tkS5B
— ANI Digital (@ani_digital) July 15, 2023
વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઇની આ 5મી મુલાકાત છે. 2019માં પીએમ મોદીને UAE દ્વારા તેના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા થશે. ભારત અને UAE લાંબા સમયથી ડૉલરના બદલે દિરહામ અને રૂપિયામાં કારોબાર કરવાના કરાર પર ચર્ચા કરશે. આવી સ્થિતિમાં પીએમ મોદીનો UAE પ્રવાસ ઘણો મહત્ત્વનો છે. રશિયા, સાઉદી અરેબિયા અને ઇરાક પછી UAE ભારતનો ચોથો સૌથી મોટો તેલ સપ્લાયર છે.