પર્યાવરણ જતન, આરોગ્ય અને સમાજના સેવકના સન્માનનો ત્રિવેણી સંગમ
જ્ઞાતિજનોનાં આરોગ્ય માટે નિરામય નિદાન સહાય યોજના અંતર્ગત અનેક હોસ્પિટલ સાથે એમ.ઑ.યુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમાજને શું આપી શકાય જેનાથી ભાવિપેઢીને પણ સતત પ્રેરણા મળતી રહે તેવા ઉમદા વિચાર સાથે સતત કાર્યોની સુવાસ ફેલાવી રહેલી સંસ્થા મોઢવણિક મહાજન રાજકોટ દ્વારા તાજેતરમાં પર્યાવરણનું જતન, જ્ઞાતિજનોનાં આરોગ્યની સંભાળ અને નિ;સ્વાર્થ ભાવે સેવા કરતાં અદના કાર્યકર્તાઓને સન્માનિત કરવાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો, શહેરનાં ન્યારી ડેમ રોડ સ્થિત મોઢવણિક મહાજન રાજકોટ સંચાલિત યુ.વી.એમ.સી. પાર્ટી લોન્સ ખાતે જ્ઞાતિજનોની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષઉછેરનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરની 125 વર્ષથી પણ જૂની મહાજન સંસ્થા મોઢવણિક મહાજન-રાજકોટ દ્વારા સેવાનો એવો મજબૂત સેતુ રચવામાં આવી રહ્યો છે. જે માત્ર વર્તમાનમાં ઉપયોગી નિવડવા પૂરતું સીમિત ન રહે પરંતુ આવનારી પેઢી અને સમગ્ર સમાજને દાયકાઑ બાદ પણ સતત ઉપયોગી થતી રહે તેવા ઉમદા આશય સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે. મોઢવણિક મહાજન દ્વારા શહેરનાં યુ.વી.એમ.સી. પાર્ટીલોન્સ ખાતે ચોમાસાની ઋતુ દરમ્યાન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેથી ખૂબ ઝડપથી ઉછરી જાય છે. વૃક્ષારોપણ ની સાથે તેનાં ઉછેરનો પણ સંકલ્પ લેવાયો જેથી એક સેવાકીય કાર્ય ભવિષ્યનું પણ નિર્માણ કરે, આ ઉપરાંત હાલ આરોગ્યલક્ષી સેવાઓ સતત મોંધી બની રહી છે. માટે સારવાર ખર્ચમાં જ્ઞાતિજનો ને થોડી રાહત મળી રહે તેવા ઉમદા હેતુ સાથે નિરામય નિદાન સહાય યોજના અંતર્ગત રાજકોટ શહેરની નામાંકિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો જેવી કે ગિરિરાજ હોસ્પિટલ, સ્ટરલિંગ હોસ્પિટલ અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, સાથે એમ.ઑ.યુ. કરી જોડાણ કરવામાં આવ્યું હતું. જ્યારે વોકહાર્ટ હોસ્પિટલ, સીનરજી, પ્લેક્સસ સહિતની હોસ્પિટલ સાથે જોડાણ પ્રક્રિયા ચાલુ છે, સાથોસાથ પોતાની જાતને ઘસીને પણ સેવાને વધુ ચમકતી રાખવાની ભાવના ધરાવતા અને નિ:સ્વાર્થભાવે સંસ્થાનાં તમામ કાર્યક્રમોમાં સમયનું દાન પ્રદાન કરતાં સંસ્થાના 30થી વધુ કાર્યકર્તાઓનું સમાજ શ્રેષ્ઠીઑ નાં હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.
- Advertisement -
આ કાર્યક્રમ માં મોઢવણિક જ્ઞાતિ શ્રેષ્ઠી પંકજભાઈ રાઠોડ, સુનિલભાઈ બખાઈ, જીરેનભાઈ છાપીયા, કિશોરભાઇ ભાડલીયા, સાવનભાઈ ભાડલીયા, રમેશભાઈ જીવાણી, કિશોરભાઇ જીવાણી, કિરીટભાઈ જીવાણી, અરવિંદભાઈ શાહ, શૈલેશભાઈ શાહ, બિમલભાઈ કલ્યાણી, ઘનશ્યામભાઈ ભાડલિયા, રાજુભાઇ ભાડલિયા, ભુનેશ કલ્યાણી, ચંદ્રેશભાઈ વોરા, અતુલભાઈ વોરા, નીતિનભાઈ મણિયાર, રીપલબેન છાપીયા, હર્ષાબેન પારેખ, ડો. કમલેશભાઇ પારેખ, જીગ્નેશ મેસ્વાણી, અંજલિ વોરા, અંજના વડોદરિયા, મિતાબેન વોરા, વેજલ્સ વોરા, મીતાબેન મણિયાર, અમીબેન ભાડલીયા, અરુણભાઈ ચોક્સી, મનોજભાઇ કલ્યાણી, કેતનભાઈ બોઘાણી, શ્રેયાંસભાઈ મહેતા, પ્રશાંતભાઈ ગાંગડિયા, સુકેતુભાઈ વજરીયા, રાજેશભાઈ મહેતા સહિતનાઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત માં સ્વાગત પ્રવચન તથા વિવિધ પ્રકલ્પોની માહિતી પ્રમુખ ભાગ્યેશ વોરાએ આપી હતી જ્યારે આભાર વિધિ મેનેજિંગ ટ્રસ્ટી કિરેન છાપિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી કેતન પારેખે કર્યું હતું. તેમજ ઉપપ્રમુખ સુનિલ વોરા, મંત્રી અશ્વિન વડોદરિયા, ખજાનચી નીતિન વોરા, ટ્રસ્ટી જગદીશ વડોદરિયા, સંજય મણિયાર, ઈલેશ પારેખ, ધર્મેશ વોરાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેમ મેનેજર સુરેશ રાજપુરોહિતે જણાવ્યુ હતુ.