ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં 21મી થી 25 જૂન દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા તરફથી મળેલી માહિતી અનુસાર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગ, તરઘડીયા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજકોટ જિલ્લામાં 21 થી 25 જૂન સુધીમાં ભેજવાળું અને વાદળ છાયું હવામાન રહેવાની શક્યતા છે. આ સમયગાળામાં દિવસ દરમિયાન તાપમાન 34થી 36 ડિગ્રી જ્યારે રાત્રિ તાપમાન 24-26 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. જ્યારે મહત્તમ ભેજનું પ્રમાણ 80-90 ટકા તથા લઘુતમ ભેજનું પ્રમાણ 60-65 ટકા રહી શકે છે.