અરવલ્લીની જનતાને ફક્ત 50 રૂપિયામાં રાહતદરે સારવાર આપવામાં આવશે.
મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મોડાસા તથા શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે નૂતન વર્ષ ૨૦૨૧ ના મંગલ પ્રભાતે એ વર્ષની શરૂઆતમાં ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચિંતન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નું દીપ પ્રાગટ્ય કરી ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર કોકિલાબેન ગજ્જર અને અતિથિ વિશેષ શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજ ના PRO ભીખુભાઈ બામણીયા અને અન્ય સામાજિક સંસ્થાઓ ના કાર્યકર્તાઓ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.હાલના સમયમાં ખુબજ મોઘવારી ,બેરોજગારીના સમયમાં અરવલ્લી જિલ્લાની જનતાને 50 રૂપિયા ના રાહતદરે તાવ,શરદી
,મલેરીયા,ટાઇફોઇડ,થાઈરોઈડ,બીપી વગેરેની સારવાર ચિંતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં મળશે. હોસ્પિટલના શુભારંભ માં
ની: શુલ્ક માસ્ક,મેડીસીન્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ દ્વારા ની: શુલ્ક આંખની તપાસ , આંખની દવા અને રાહતદરે ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું.નવીન કાર્યરત હોસ્પિટલ માં દર્દીઓ ને રાહત દરે તમામ પ્રકારના રોગોમાં નિષ્ણાત ડોકટરો દ્વારા નિદાન કરવામાં આવશે.ચિંતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ માં ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર કોકિલાબેન ગજ્જર દ્વારા અતિથિ વિશેશ્રીઓ ને મોમેન્ટો અને ફૂલ છડી આપીને સન્માનિત કર્યા હતા.આ શુભારંભ પ્રસંગે જલારામ હોસ્પિટલ મેઘરજ,જીવદયા ટ્રસ્ટ,મોડાસા,112 અભયમ ટીમ ,પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર,લાયન્સ શક્તિ ,લાયન્સ ક્લબ,મોડાસા,ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ડ્રીમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં હોસ્પિટલ માં આંખની સારવાર તેમજ મોતિયાના ઓપરેશન કાર્યરત કરવામાં આવશે તેવુ જલારામ આરોગ્ય હોસ્પિટલ મેઘરજ ના PRO ભીખુભાઈ બામણીયા એ જણાવ્યું હતું.ટ્રસ્ટ દ્વારા કાર્યરત નવીન હોસ્પિટલ થી મધ્યમ તેમજ ગરીબ દર્દીઓને સારવાર મળશે તેવુ પ્રજા જનો જણાવી રહ્યા હતા.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


