એસીપીની ટીમે ડોક્યુમેન્ટની તપાસ કરતાં ભાંડો ફૂટ્યો : પોલીસે જ ફરિયાદી બની તપાસ શરુ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના શખ્સે મકાન પચાવી પાડવા ખોટા લાઈટબીલ અને વેરા પહોંચ બનાવી કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જે અંગે એસીપીની ટીમે ડોક્યુમેન્ટની તપાસ કરતાં તમામ કાગળો ખોટા નીકળ્યાં હતાં જેથી પોલીસે જ ફરીયાદી બની તપાસ હાથ ધરી છે.
રાજકોટ પશ્ચિમ એસીપી કચેરીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ ઝાલાએ રૈયાધારમાં રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતા દેવા મચ્છા ટોળીયા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસ એકટ 217, 336 (2), 338, 340 (2) હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ત્રણેક વર્ષથી મદદનીશ પોલીસ કમિશ્નરના રાઈટર તરીકે ફરજ બજાવે છે ગઇ તા.21/09/2024ના રોજ અરજદાર દેવાભાઈ ટોળીયાએ રાજકોટ કલેકટરમાં લેન્ડગ્રેબીંગની અરજી કરી હોય જે અરજી કચેરી ખાતે તપાસમાં મળતા અરજદાર દેવાભાઈ તથા લેન્ડગ્રેબીંગ અરજીના સામાવાળા તેજસભાઇનું એસીપી રૂબરૂ નિવેદનો લેવામાં આવ્યા હતા તેમજ રજૂ કરેલ આધાર-પુરાવાઓમાં અરજદાર તથા સામાવાળા દ્વારા એપ્રિલ-મે 2023ના લાઇટબીલની નકલ રજુ કરેલ હોય જે બંને બીલમાં ગ્રાહક નં.-61682 061682013090 હોય અને બંને દ્વારા રજુ કરેલ બીલમાં રજુ કરનારના નામો હોય જેથી આ અંગે ક્યાં ગ્રાહકનું વિજ કનેકશન છે જે બીલની ખરાઈ કરવા રૈયા રોડ પર પીજીવીસીએલ ઇજનેરને રીપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ દ્વારા જણાવેલ કે, વિજ કનેકશન સામાવાળા તેજસભાઇ રાયધનભાઈ જાટીયા દ્વારા વીજ જોડાણમાં નામ ટ્રાન્સફર કરી રમેશભાઈ લીલાધરભાઈ પાણખાણીયા પરથી તેના નામે કરવામાં આવેલ હોવાનુ તેમજ અરજદાર દેવા ટોળીયા દ્વારા આ ઓનલાઇન વીજબીલની નકલમાં બિન-અધિકૃત રીતે ફેરફાર કરવામાં આવ્યા હોવાનુ જણાવેલ છે તેમજ અરજદાર દેવા ટોળીયા દ્વારા વેરા પહોંચની નકલ રજુ કરેલ હોય જેમાં ઘર નંબર-0044/0189/000ના હોય જે અંગે વેરા વસુલાત અધિકારીને અરજદાર દેવા ટોળીયાએ મકાન પોતાના હોવા અંગે રજુ કરેલ ડોકયુમેન્ટની નકલ આપવા જણાવેલ જેમાં તેના દ્વારા આપવામાં આવેલ આકારણી ફોર્મની નકલના વિજબીલની નકલ, આધારકાર્ડની નકલ, રાજ રાજેશ્વરી પાર્ક કો.ઓ.હા.સોસા.(સુચિત)ની ફ્રી ભરેલની પહોંચની નકલ, શેર સર્ટીફીકેટની નકલ, પ્રમાણપત્રની નકલ, ગણેશભાઈ ખોડાભાઈ પટેલના નામે આવેલ 7-12, 8-અ તથા રાજ રાજેશ્વરી પાર્કના નકશાની નકલ આપવામાં આવી હતી.
તેમજ અરજદાર દ્વારા આ વેરા અંગે જે મકાન બતાવવામાં આવેલ તે વસ્તાભાઈ પુનાભાઈ ડુંગાનું મકાન બતાવી વેરાની આકારણી કરાવવામાં આવેલ હોય તેવુ વેરા વસુલાત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું જેથી અરજદાર દેવાભાઈ દ્વારા અન્યનુ મકાન વેરા વસુલાત અધિકારીને બતાવી વેરા પહોંચ મેળવવા ખોટી માહીતી તથા જગ્યા બતાવી પોતાનો લેન્ડગ્રેબીંગ અરજીના કામે ગુન્હાહીત ઇરાદો પાર પાડવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું ઉપરાંત દેવા ટોળીયા દ્વારા આકારણી ફોર્મ ભરેલ ત્યારે રજુ કરેલ ગ્રાહક નંબરના વિજબીલની નકલમાં તેનુ સરનામું રૈયા રોડનુ હોય અને નાયબ અધિક્ષક(રેવન્યુ) પીજીવીસીએલના સિક્કાની નકલ હોય જે બાબતે ખરાઇ કરી આપવા ઈજનેરને રીપોર્ટ કરતા તેઓ દ્વારા પણ દેવા ટોળીયા દ્વારા બિનઅધિકૃત રીતે ફેરફાર/ચેડા કરેલનુ જણાવતાં આરોપીએ મકાન મેળવવા માટે ખોટા ડોકયુમેન્ટ બનાવી તે ડોકયુમેન્ટ સરકારી કચેરીમાં ખોટા હોવાનુ જાણવા છતા લેન્ડગ્રેબીંગ અરજી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એસ.એલ.ગોહિલ અને ટીમે તપાસ હાથ ધરી હતી.



