અમદાવાદ ઝડતી સ્કવોર્ડ દ્વારા તપાસ કરાઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા જેલમાંથી મોબાઇલ મળવા સામાન્ય વાત બની ગઇ છે. અમદાવાદ ઝડતી સ્કવોર્ડ દ્વારા જેલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સીમ કાર્ડ વિનાનો ફોન મળી આવ્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસમાં અજાણા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ જેલમાં અમદાવાદ ઝડતી સ્કવોર્ડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન જેલમાંથી કાળા કલરનો બેટરી સાથેનો સીમ કાર્ડ વગરનો મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે ઝડતી સ્કવોર્ડનાં દેવશીભાઇ રણમલભાઇ કરંગીયાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધાવી હતી.
જૂનાગઢ જેલમાંથી અવાર નવાર મોબાઇલ મળી આવે છે. પરંતુ આજ સુધી તેની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતી નથી.જેલમાંથી કેદી કોની સાથે વાત કરતા ?. કેટલાક સમયથી વાત કરતા ? સહિતનાં મુદે કયારે પણ તપાસ કરવામાં
આવી નથી.