ગ્રાહક દીઠ રૂા. 200ની સરેરાશ આવકનો ટારગેટ હાંસલ કરવા માટે કંપની મોબાાઇલ દર વધારવામાં કોઇ ખચકાટ નહીં રાખે!
ખાસ-ખબર સંવાદદાતા
મોંઘવારીના વર્તમાન દોરમાં માત્ર ખાદ્યચીજો જ નહીં પરંતુ મોજશોખની ચીજોમાં પણ ડામ લાગી રહ્યા છે. હવે મોબાઈલ દર મોંઘા થવાના ભણકારા છે. વોડાફોન બાદ ભારતી એરટેલે પણ આનો ગર્ભિત ઇશારો કર્યો છે.
થોડા દિવસો પૂર્વે વોડાફોનના વડાએ મોબાઈલ દર વધવાનું જાહેર કર્યું હતું હવે ભારતી એરટેલનાં વિઠલે કહ્યું કે ગ્રાહક દીઠ રૂા. 200ની સરેરાશ આવકનો ટારગેટ હાંસલ કરવા માટે કંપની મોબાાઇલ દર વધારવામાં કોઇ ખચકાટ નહીં રાખે. કદાચ અન્ય કંપનીઓ આગળ ન વધે તો પણ એરટેલ મોબાઈલ દરમાં વધારો કરી દેશે.
જો કે, ગત વર્ષના ભાવવધારાના આંચકા પચાવાયા બાદ તે લાગુ થશે. ભાવના ત્રણ-ચાર માસમાં દરવધારો નહીં થાય ત્યારબાદ અમલી બનાવાશે. તેમના મતે ભારતમાં હજુ ઓછા જ છે. ગ્રાહક દીઠ રૂા. 300 જેટલી આવક ન થાય ત્યા સુધી એરટેલ જેવી મોબાઈલ કંપની મૂડી રોકાણ પર 15 ટકા જેવું વ્યાજબી વળતર મેળવી શકે તેમ નથી.ગત વર્ષના મોબાઈલ દર વધારા બાદ સીમ કોન્સેલીડેશનનો તબક્કો ચાલી રહ્યો છે.
- Advertisement -
ગ્રાહકો સસ્તા ભાડાની ગણતરી કરીને કંપનીઓ બદલતા હોય છે, આ તબક્કો શાંત થયા બાદ નવો દર વધારો લાગુ કરશે.
તેઓએ કહ્યું કે નવા 4જી ગ્રાહકોનો વધારો ધીમો પડયો છે. કંપનીમાં છેલ્લા ત્રિમાસિક ગાળામાં 30 લાખ ગ્રાહકો ઉમેરાયા છે તે આગલા ત્રણ માસ કરતાં માંડ અર્ધા છે. શાળા-કોલેજો ખુલવા લાગ્યા હોવાની અસર છે.