MMS કાંડને પગલે વિદ્યાર્થીઓના ભારે દેખાવને પગલે ચંદિગઢ યુનિ.ને 24 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ચંદિગઢ યુનિ.માં છોકરીના વાંધાજનક વીડિયો જાહેર થયા બાદ મોટી બબાલ મચી છે. વિદ્યાર્થીઓ ઉગ્ર દેખાવ કરી રહ્યાં છે આ જોઈને સત્તાવાળાઓ દ્વારા 24 સપ્ટેમ્બર સુધી યુનિવર્સિટીને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટી બંધ થતા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘેર રવાના થયા હતા.
- Advertisement -
હોસ્ટેલની બે વોર્ડન સસ્પેન્ડ
મોહાલીની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં છોકરીઓનો વીડિયો વાયરલ થયા બાદ હોસ્ટેલની 2 વોર્ડનને સસ્પેન્ડ કરી દેવાઈ છે.
ચંદિગઢ યુનિ.ની હોસ્ટેલમાં જે છોકરીએ પોતાના મોબાઈલથી 60 છોકરીઓનો વાંધાજનક વીડિયો ઉતાર્યો હતો તેના મોબાઈલની ફોરેન્સિક તપાસ કરાઈ છે અને તેમાંથી જે મળ્યું છે તેને લઈને પોલીસે એક ખુલાસો જાહેર કર્યો છે.
Punjab | Chandigarh University closed till 24th Sept; a few students seen leaving for their homes.
- Advertisement -
Students' protest erupted in the campus yesterday over the University's alleged 'leaked objectional videos' row. Two accused arrested & one detained in connection with the matter. pic.twitter.com/BJraCQUr5J
— ANI (@ANI) September 19, 2022
આરોપી છોકરીએ મોબાઈલથી નાહતી છોકરીઓનો વીડિયો ઉતાર્યો
આરોપી છોકરીએ તેના મોબાઈલથી નાહતી છોકરીઓનો વીડિયો ઉતાર્યો હતો અને શિમલાના તેના બોયફ્રેન્ડને મોકલી આપ્યો હતો જે વાયરલ થયો હતો. પોલીસ દ્વારા આરોપી છોકરીની ધરપકડ બાદ તેનો મોબાઈલ ચેક કરાયો હતો. પોલીસે કહ્યું કે છોકરીના મોબાઈલમાંથી ફક્ત તેના 4 વીડિયો મળ્યાં છે જે તેના પ્રાઈવેટ છે.
ચંદીગઢ યુનિવર્સિટીની 60 છોકરીઓનો વીડિયો વાયરલ
ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં સ્નાન કરી રહેલી 60 છોકરીઓનો એક વીડિયો વાયરલ થયો હતો. આરોપ છે કે એક છોકરીએ નાહી રહેલી 60 છોકરીઓનો વીડિયો ઉતાર્યાં હતા અને તેણે આ અશ્લીલ વીડિયોને હિમાચલના શિમલામાં રહેતા પોતાના મિત્ર સાથે શેર કર્યો હતો. આ મિત્રે અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધી હતી જે વાયરલ થતાં મોટો હોબાળો મચ્યો હતો અને અડધી રાતે છોકરીઓએ યુનિવર્સિટી પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલીક છોકરીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ પણ કહેવાય છે જોકે પોલીસે આપઘાતની થીયરીને હવામાં ઉડાવી મૂકતા કહ્યું કે આવી કોઈ ઘટના બની નથી.