વિધાનસભા-68ના વોર્ડ નં.15માં આધુનિક માર્ગ સુવિધાનો પ્રારંભ; માર્ગ અને મકાન વિભાગની ખાસ મરામત ગ્રાન્ટમાંથી થશે નિર્માણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના પૂર્વ વિસ્તારમાં વિકાસની ગતિને વેગ આપતા ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિધાનસભા-68માં સમાવિષ્ટ વોર્ડ નં. 15 ખાતે સત્યમ સોસાયટીમાં સીસી રોડના કામનું ગતરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 80 ફૂટ રોડ પર આવેલી આ સોસાયટીના મેઇન ગેટથી શેરી નં. 01 ના ખૂણા સુધીના માર્ગને ₹18,00,000 ના ખર્ચે સીસી રોડથી મજબૂત બનાવવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર “સબકા સાથ, સબકા વિકાસ” ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, માર્ગ, પાણી, ડ્રેનેજ અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી વિધાનસભા-68ના દરેક વિસ્તારને સુવિધાજનક બનાવવાનું લક્ષ્ય છે.
ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાભાઈ ભાલીયા, વોર્ડ પ્રભારી જયેશભાઈ દવે, પ્રમુખ મયુરભાઈ વજકાણી અને મહામંત્રી મૌલિકભાઈ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સીસી રોડ બનવાથી સત્યમ સોસાયટી અને આસપાસના રહીશોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.



