બજેટમાં અનેકવિધ લોકોપયોગી સુવિધાઓ આપવા બદલ મનપાના શાસકોને અભિનંદન પાઠવતા ઉદય કાનગડ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડએ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને શહેરની આશા અને અપેક્ષ્ાા પૂર્ણ કરનારૂ તેમજ તમામ વર્ગની સુખાકારીમાં વધારો કરનારા નાણાકીય વર્ષ ર0ર4-રપનું રૂા. ર843.પર લાખનું બજેટ મંજુર કરવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકારના સ્માર્ટ સીટીના મિશનમાં રાજકોટ શહેરને સ્થાન અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સિંહફાળો રહ્યો છે ત્યારે રાજકોટ ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની રહે અને દેશ અને વિશ્ર્વના શ્રેષ્ઠ શહેરની હરોળમાં સ્થાન પામે તે દિશામાં આ બજેટ રજુ કરવામાં આવ્યું છે. ત્યારે વધુમાં તેઓએ જણાવેલ કે રાજકોટના સર્વાગી વિકાસમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થા રાજકોટ મહાનગરપાલિકાની ભુમિકા પાયારૂપ રહી છે અને મહાનગરપાલિકાના ભાજપ શાસિત પદાધિકારીઓ શહેરની વિકાસયાત્રાને આગળ વધાવતા રહ્યા છે.
વિશેષમાં ભાજપ શાસિત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આ બજેટમાં રાજકોટ ઝડપભેર વધુને વધુ પ્રગતિ સાધે, શહેર રહેવાલાયક અને માણવાલાયક બને તેવા ઉદેશને સાર્થક કરવાના હેતુથી અનેક જાહેરાતો કરવામાં આવી છે ત્યારે વિશ્ર્વના સૌથી ઝડપથી વિક્સતા શહેરોમાં રાજકોટને મળેલા સ્થાનને અનુરૂપ રંગીલા રાજકોટની સાંસ્કૃતિક ઓળખ યથાવત રાખી શહેરની વિકાસની ગતિ જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે લોકભોગ્ય બજેટ અમલમાં મુક્વામાં આવી છે, જેમાં શહેરીજનોને પૂરતા પ્રમાણમાં નળ, ગટર, રસ્તાના કામો, સફાઈ, સ્ટ્રીટલાઈટ, આરોગ્ય સહિતની માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય, ઉપરાંત સ્પોર્ટસ સુવિધા, ફરવાના સ્થળો, ગાર્ડન, વૃક્ષ્ાારોપણ, સીટી બસ, નવી પ્રાથમિક શાળાઓ, યોજનાકીય કેમ્પો થકી મહાનગરપાલિકા તમારે દ્વાર જેવી સગવડતાઓ, પર્વો-તહેવારો પર સાંસ્કૃતિક કાર્યક્રમો થકી લોકોને મનોરંજન આપવાના પૂરતા પ્રયાસો સાથોસાથ શહરેમાં નવા ભળેલ વિસ્તારોમાં પાયાની તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પૂરતા પ્રમાણમાં વિવિધ નવા વિકાસ કાર્યો તબકકાવાર શરૂ કરી અને સંપન્ન કરવાનો સંકલ્પ કરાયો છે ત્યારે રાજકોટ વિશ્ર્વના સૌથો ઝડપથી વિક્સતા 100 મહાનગરોમાં સામેલ થયો છે.
મહાનગરપાલિકાના બજેટમાં નવા ઝોનનો સમાવેશ કરાયો છે, જેમાં ઈસ્ટ, વેસ્ટ, સેન્ટ્રલ બાદ નવા સાઉથ ઝોનની જાહેરાત કરેલ છે, જેમાં વોર્ડ-1પ, 16, 17, 18નો સમાવેશ કરવામાં આવેલ છે જેનાથી ર લાખ લોકોને લાભ મળશે. જેના માટે આ બજેટમાં રૂા. 600 લાખ ફાળવાયા છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના દરેક ચૂંટાયેલા સભ્યને પોતાના વોર્ડમાં વિકાસ કાર્યો માટે હાલમાં પ્રતિવર્ષ 1પ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાં રૂા. 5 લાખનો વધારો કરી ને રૂા. ર0 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. વિધાનસભા-68 માટે સને ર0ર4-રપના રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં કરવામાં જુદી-જુદી જોગવાઈ અંગે માહિતી આપતા ઉદયભાઈ કાનગડએ જણાવે છે કે વોર્ડ નં.4 માં રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં ડ્રેનેજ નેટવર્ક માટે રૂા. 619 લાખ, વોર્ડ-4માં ભગવતીપરામાં ડ્રેનેજ પાઈપલાઈન નેટવર્ક માટે રૂા. 337.પ0 લાખ, રાંદરડા તથા લાલપરી લેક ડેવલપમેન્ટ માટે રૂા. પ00 લાખ, ઈસ્ટ ઝોનમાં સ્પોટર્સ સંકુલ માટે રૂા. 1400 લાખ, ઈસ્ટ ઝોન લાયબ્રેરી ખાતે યોગા સ્ટુડીયો, કોમ્યુનીટી હોલ બનાવવામાં આવશે. આ ઉપરાત વોર્ડ-3માં રેલનગર, માધાપર વિસ્તારમાં નવી શાક માર્કેટ તથા ફૂડઝોન બનાવવામાં આવશે, રાંદરડા નર્સરી પાસે 30 હેકટર જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવામા આવશે, જયારે પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે રૂા.ર3પ લાખના ખર્ચે આર.સી.સી. દિવાલ, હિપોપોટેમસ પાંજરા, બ્લેક શ્ર્વાન તથા ક્રાઉન પીજીયન પાંજરા, માર્મોસેટ (વાંદરા) અને કોટાયુ (વિશાળ કદના ઉંદર)ના પાંજરા વિગેરે કામ કરવામાં આવશે.
અંતમાં ઉદયભાઈ કાનગડએ જણાવ્યું છે કે રાજકોટ શહેર જે ગતિએ પ્રગતિની હરણફાળ ભરી રહયુ છે તે અસામાન્ય બાબત છે. વસ્તી અને વિસ્તારો વધવાની સાથોસાથ પાયારૂપ ભૌતિક વિકાસ આધુનિક રાજકોટનો પાયો બની રહયો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ વધુ લોકભોગ્ય બને તે માટે નાગરિકો માટે વધુ સરળતાથી વિવિધ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે અનેકવિધ સુવિધાઓ જાહેર કરવામાં આવી છે. ત્યારે આ બજેટ રાજકોટ શહેરને વિકાસ પથ પર અવિરત આગળ ધપાવશે ત્યારે મહાનગરપાલિકાના બજેટથી રાજકોટ વિકાસની નવી ક્ષ્ાિતીજો સર કરશે અને અનેકવિધ યોજનાઓ થકી શહેરીજનોની સુખાકારી વધશે.