રાજયની સુખાકારીમાં વધારો થયો છે અને ગુજરાત સર્વ દિશામાં પ્રગતિની રાહ પર અગ્રેસર થયુ છે : ઉદય કાનગડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળળી રાજયની ભાજપ સરકારના કાર્યકાળને સફળતા અને સિધ્ધીભર્યા બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શુભેચ્છા પાઠવતા રાજકોટ(પૂર્વ), વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ છે કે મુખ્યમંત્રીએ લોકકલ્યાણકારી અને લોકહીતકારી નિર્ણયો થકી પોતાના બે વર્ષના સફળ કાર્યકાળ દરમ્યાન માન. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કંડારેલ વિકાસની કેડીને સુંદર રીતે આગળ ધપાવી છે. જેનાથી રાજયની સુખાકારીમાં વધારો થયો છે અને ગુજરાત સર્વ દિશામાં પ્રગતિની રાહ પર અગ્રેસર થયુ છે.
- Advertisement -
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં સર્વસ્પર્શી અને સર્વગ્રાહી વિકાસ થયો છે. જેમાં ખરિદ નીતિ-ર0ર4, ગુજરાત ટેક્સટાઈલ પોલીસી, કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ, નારી ગૌરવ નીતિ, ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી, સેમિકંટકટર પોલિસી, ગ્રીન હાઈડ્રોજન પોલિસી થકી નીતિ-નિર્ધારણ, રાજયની દીકરીઓ વધુ ભણે તે માટે નમો લક્ષ્મી યોજના ધ્વારા 10 લાખ વિદ્યાર્થીનીઓને સહાય, વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા પ્રેરાય તે માટે નમો સરસ્વતી યોજના અંતર્ગત ર.પ લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ર કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ, શ્રમિક બસેરા યોજનાની શરૂઆત, વનબંધુ કલ્યાણ યોજના, દેશમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક્સ-ર0ર3 અનુસાર યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ, રાજયના ર1 જિલ્લાઓમાં પ0 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલય શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય, કૃષિક્ષ્ોત્રે ક્સિાન સૂર્યોદય યોજના હેઠળ રાજયના તેર હજારથી વધુ ગામડાંઓમાં ખેડૂતોને દિવસે વીજળી અપાઈ. પ્રધાનમંત્રી ક્સિાન સન્માન નિધિ યોજના હેઠળ પ6લાખથી વધુ ખેડૂતોને સહાય અપાઈ.ગુજરાતનું અત્યાર સુધીનું રૂા.3 લાખ 3ર હજાર કરોડનું સૌથી મોટું બજેટ આપી વિકાસની હારમાળા સર્જેલ છે. વિશ્ર્વના સૌથી મોટા 37 ગીગાવોટના હાઈબ્રિડ રિન્યુએબલ પાર્કનું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10માં સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન જેમાં રૂા.4પ લાખ કરોડથી વધુ 98 હજાર થી વધુ એમ઼ઓ.યુ. થયા.
આમ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતએ તમામ ક્ષ્ોત્રે વિકાસના નવા જ આયામો પ્રસ્થાપિત ર્ક્યા છે. ગુજરાતએ વિકાસની હરણફાળ ભરી છે અને ર047માં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતનું યોગદાન અભૂતપૂર્ણ રહેશે. તેમ અંતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ડબલ એન્જીન સરકારને બે વર્ષનો સુશાસનભર્યા શાસનકાળ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે અભિનંદન પાઠવતા રાજકોટ વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.