₹18 કરોડના વિકાસકામો અને 72 હજારથી વધુ નાગરિકોની સેવાનો ચિતાર રજૂ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
68-રાજકોટ (પૂર્વ) વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા પોતાના કાર્યકાળના સફળ ત્રણ વર્ષ પૂર્ણ થતા ’જનસેવાનું સરવૈયું’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ’વડીલ વંદના’ કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનોના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના વિસ્તારમાં થયેલા પ્રજાલક્ષી કાર્યો અને સિદ્ધિઓની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
જનસેવા કાર્યાલય: 72 હજારથી વધુ લોકોના પ્રશ્ર્નોનો ઉકેલ
ઉદય કાનગડ દ્વારા પેડક રોડ પર શરૂ કરવામાં આવેલા ’જનસેવા કાર્યાલય’ દ્વારા લોકોની સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 7ર,000 થી વધુ નાગરિકોએ આ કાર્યાલયની મુલાકાત લઈ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો છે. “જનસેવા એ જ પ્રભુસેવા” ના મંત્ર સાથે કાર્યરત આ કાર્યાલયમાં જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેક અરજીઓનું ત્વરિત નિરાકરણ લાવવામાં
આવે છે.
ઉદય કાનગડના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’વિકસિત ભારત ર047’ ના સંકલ્પને સાકાર કરવા તેઓ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના વિકાસ મોડેલને આગળ વધારવા તેઓ સતત કાર્યરત રહેશે. આ પુસ્તક માત્ર આંકડાઓ નથી, પણ લોકોએ મૂકેલા વિશ્વાસ અને કરેલી સેવાનું પ્રતિબિંબ છે.
₹18 કરોડની ગ્રાન્ટથી વિકાસના કામો
વિધાનસભા-68 હેઠળ આવતા વોર્ડ નં. 3, 4, 5, 6, 15 અને 16 માં પાયાની સુવિધાઓ માટે ઉદય કાનગડની ગ્રાન્ટમાંથી ₹18 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. જેમાં મુખ્ય પ્રોજેક્ટ્સ નીચે મુજબ છે:
કુવાડવા રોડ: રી-સર્ફેસિંગ અને બ્યુટીફીકેશન દ્વારા આધુનિકીકરણ.
પેડક રોડ: ’ગૌરવ પથ’ તરીકે ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન.
તળાવોનો વિકાસ: લાલપરી અને રાંદેરડા તળાવનું રિનોવેશન.
જાહેર સુવિધાઓ: ઈસ્ટ ઝોનમાં સુવિધા સજ્જ પાર્ટી પ્લોટ અને સ્પોર્ટ્સ સુવિધાઓ.
નદી કાંઠે સ્મશાન: વોર્ડ-4 માં જય જવાન જય કિશાન સોસાયટી પાછળ નવા સ્મશાનનું નિર્માણ.
આરોગ્ય ક્ષેત્રે ₹9 કરોડની આર્થિક સહાય
ગંભીર બીમારીઓ સામે લડી રહેલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ઉદય કાનગડ આશાનું કિરણ સાબિત થયા છે.
કેન્સર, કિડની ફેલ્યોર, હાર્ટ સર્જરી અને લીવર ટ્રાન્સ્પ્લાન્ટ જેવા જટિલ રોગો માટે તેમણે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ₹9 કરોડથી વધુની સહાય અપાવી છે. આ ઉપરાંત, જન્મથી બહેરા-મુંગા બાળકોને સાંભળવાના મશીન પૂરા પાડવા માટે પણ વિશેષ ભલામણો કરી છે.
વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ
ધારાસભ્ય તરીકે ઉદય કાનગડે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ર્નોના ઉકેલ લાવવામાં સફળતા મેળવી છે:
66 ઊંટ હાઈટેન્શન લાઈન: રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતી જોખમી વીજ લાઈન અને નડતરરૂપ થાંભલાઓ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્યના ઉર્જા મંત્રી સમક્ષ રજૂઆત કરીને કરાવ્યો.
સૂચિત સોસાયટીઓ: વર્ષોથી લટકેલા સૂચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝ કરવાના પ્રશ્નો અંગે કલેક્ટર સમક્ષ સ્થાનિક લોકોને સાથે રાખી રજૂઆતો કરી.
સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ
પોતાના વ્યસ્ત રાજકીય સમય વચ્ચે પણ તેમણે અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રાખી છે:
શિક્ષણ: ધોરણ 10 અને 1ર ના વિદ્યાર્થીઓ માટે ’પરિશ્રમ એ જ પારસમણિ’ કાર્યક્રમ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન.
સેવા: શિયાળામાં શાળાના બાળકોને સ્વેટર વિતરણ અને તુલસી વિવાહ પ્રસંગે 10,000 થી વધુ તુલસીના રોપાનું કુંડા સાથે વિતરણ.
તહેવાર: નવરાત્રીમાં 500 થી વધુ ગરબી મંડળોની બાળાઓને લ્હાણીનું વિતરણ.



