રેલનગરમાં યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં 1150થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો
સેવા એ જ સંગઠન એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે : પાર્ટીનો કાર્યર્ક્તા કોઈના કોઈ માધ્યમથી, અને કોઈના કોઈ પ્રસંગે હંમેશા લોકોની વચ્ચે રહી તેના સુખ-દુ:ખમાં ભાગીદાર બનતો આવ્યો છે : ઉદય કાનગડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
દેશના પ્રધાનમંત્રી ન2ેન્દ્ર મોદીના જન્મદિવસ અનુસંધાને સર્વસમાજના લોકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં 2ાખી એઈમ્સ હોસ્પિટલ તથા ધા2ાસભ્ય ઉદય કાનગડના સંયુક્ત ઉપક્રમે વોર્ડ-3, રેલનગરમાં મેગા નિ:શુલ્ક સર્વ 2ોગ નિદાન કેમ્પ (દવા સાથે) નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરશોતમ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, રમેશ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષ રાડીયા, વોર્ડના પ્રભારી પુર્વેશ ભટૃ, વોર્ડ પ્રમુખ હેમુ પ2મા2 તેમજ વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, પ્રભારી, મહામંત્રી સહિત વોર્ડ સંગઠનના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ તકે સ્વાગત પ્રવચન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે ગુજ2ાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી ન2ેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત એઈમ્સ હોસ્પિટલના સહયોગથી આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ન2ેન્દ્ર મોદીએ વંચિતો, ગ2ીબો, વિચરતી વિમુક્ત જાતિઓ, મહિલાઓ તથા યુવાનોના ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ સુલભ બનાવીને સર્વ સમાજના ઉન્નત વિકાસના ધ્યેયને ચરિતાર્થ ર્ક્યુ છે અને ગુજરાત તેમજ સારાષ્ટ્રને અનેક વિકાસકાર્યોને ભેટ આપનારા મોદીજીએ રાજકોટના આંગણે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે આશિર્વાદરૂપ એવી એઇમ્સ હોસ્પિટલની ભેટ અર્પણ કરી છે.
ભા2તીય જનતા પાર્ટી પિ2વા2 વિશ્ર્વનો સૌથી મોટો અને વિશાળ પિ2વા2 છે, અને કોઈના કોઈ માધ્યમથી, કોઈના કોઈ પ્રસંગે હંમેશા લોકોની વચ્ચે રહી તેના સુખ-દુ:ખમાં ભાગીદાર બનતો આવ્યો છે. આ તકે સાંસદ પ2શોતમ રૂપાલાએ જણાવેલ કે, ઉદય કાનગડ દ્વારા ધારાસભ્ય બન્યા બાદ પોતાના મતવિસ્તારમાં જનસેવા કાર્યાલય કાર્યરત કરી લોકોને તમામ સરકારી યોજનાઓ લાભ- માહિતી પોતાના ઘરઆંગણે જ પુરી પાડવામાં આવે છે, અને છાશવારે કોઈના કોઈ માધ્યમથી સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે એક ધારાસભ્ય ત2ીકે પાર્ટીના તમામ સંગઠનાત્મક કાર્યોમાં સક્રિયતા થકી કાર્યર્ક્તાઓ અને સેવાકીય કાર્યો થકી લોકો સાથે જીવંત સંપર્ક જાળવી રાખનાર ધારાસભ્ય ઉદય કાનગડએ ખરા અર્થમાં એક લોકપ્રતિનિધિના દાયિત્વને દિપાવ્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા. આ મેગા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં 11પ0થી વધુ જરૂરીયાતમંદોએ આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો અને મેડીકલ નર્સિગ ઓફીસરોની ટીમે પોતાની સેવા આપી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો. પીંકીબેન મીના, ડો.ઈવાબેન, ડો. રમેશ, ડો. કેતન, કાન-નાક-ગળાના નિષ્ણાંત ડો. ગરીમા ઉપ્રેટી, ડો. શીવાની લશ્કરી, ડો. અંક્તિ ગર્ગ, આંખના રોગોના નિષ્ણાંત ડો. કેદાર નેમીવંત, ડો. મનીષ અગ્રવા, ડો. તૌસીફ ધનંજય, સ્ત્રીરોગ વિજ્ઞાન અને પ્રસૂતિશાસ્ત્રના નિષ્ણાંત ડો.પંખુરી દુબે, ડો. સ્વરલી ગોમાસે, ડો. શકીના, હાડકાના રોગના નિષ્ણાંત ડો. રવીકુમા2, ડો. કૃણાલ ઠકરાર, ડો. રાજન, કેન્સરના રોગોના નિષ્ણાંત ડો. સમર્થ ઓઝા, મેડીસીન વિભાગના ડો.કોમલકુમાર જાંગીર, ડો. પાર્થ, ડો. અંક્તિા, ડો. વર્ષીથા, ડો. યશ, ફેફસાના રોગોના નિષ્ણાંત ડો. કૃણાલ દેવકર, ડો. ધાર્વી હાપલીયા, ડો. રફીક, ચામડીના રોગોના નિષ્ણાંત ડો. યશદીપ સિંઘ પઠાણીયા, ડો. પૂર્વા, દંત ચિકિત્સક ડો. મોહિત ગાલાણી સહિતની તબીબી ટીમે પોતાની સેવા આપી હતી. તેમજ જરૂર જણાયે દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી.